બાવળા તાલુકાના ગામોમાં ONGCના કામદારો દ્વારા ખેડૂતોના ઊભા મોલમાં ખૂબ જ નુકસાન

બાવળા તાલુકાના ગામોમાં ONGCના કામદારો દ્વારા ખેડૂતોના ઊભા મોલમાં ખૂબ જ નુકસાન
Spread the love

બાવળા તાલુકાના મીઠાપુર .સરલા. બગોદરા ગામની સીમમાં ઓએનજીસી દ્વારા ખનીજની શોધખોળ માટે હાથ ધરાયેલ પ્રોજેક્ટ માં 200 ફૂટ થી વધારે ઊંડા ખાડા (ડાર) કરવાના હોય છે. ખેડૂતોના ઉભા પાકમાં ONGC ના કામદારો દ્વારા પાકને ઘણું નુકસાન થવા પામેલ છે અને ખેડૂતોમા ખૂબ આક્રોશ જોવા મળે છે ત્રણ ચાર મહિનાની રાત-દિવસની મહેનત ઉપર પાણીના ફેરવે અને ખેડૂતોનું લાખોનું નુકશાન ન થાય તે માટે ખેડૂતોની લાગણી અને માગણી એટલી જ છે કે તે પાક તેમના ખેતરોમાંથી લઈ લે પછી ONGC તેમનું કામ ચાલુ કરે ખેડૂતોની આ માંગણીને સાંભળી ઓએનજીસીના મામલતદાર અરવિંદભાઈ પટેલ અને જી એસ ડામોર અને આર. એસ. રાઠવા સર્વેયર ONGC ગામના સરપંચ,ઉપસરપંચ, માજી ડેલીગેટ અને જાગૃત ખેડૂતો હાજર રહી સ્થળની મુલાકાત લીધી હતી અને ONGC મામલતદાર અરવિંદભાઈ પટેલે કહ્યું હતું કે તેઓ જે કંઈ પણ નુકસાન થાય છે તેનું પૂરેપૂરું વળતર ONGC ચૂકવશે.

Right Click Disabled!