લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા નેત્ર નિદાન કૅમ્પ

લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા નેત્ર નિદાન કૅમ્પ
Spread the love

લાયન્સ ક્લબ ગાંધીનગર સાઇટ ફર્સ્ટ સમિતિના ચેરમેનશ્રી લાયન સંજયભાઇ પટેલના નેતૃત્વમાં ઉપપ્રમુખ લાયન શૈલેષભાઇ પટેલ (પૂર્વ મંત્રી, લાયન્સ ક્લબ ગાંધીનગર) ના જન્મ દિવસ નિમિત્તે કેર ફોર સિનિયર સિટીઝન અંર્તગત શ્રી રાહેલબા વૃદ્ધાશ્રમ – મગોડી, જી. ગાંધીનગર ખાતે નેત્ર નિદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેત્ર નિદાન કેમ્પમાં કુલ 47 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.

જેમાં 11 જેટલાં મોતીયાના ઓપરેશન કરવા માટેના પેશન્ટ ડીટેક્ટ કરવામાં આવ્યાં. તેમજ 16 જેટલાં પેશન્ટને નિશુઃલ્ક ચશ્મા તેમજ આખમાં નાંખવાની દવા પુરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેત્ર નિદાન કેમ્પમાં લાયન્સ ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીક્ટ 3232-બી-1ના વિઝન ડાયરેક્ટર લાયન કે. પી. પ્રજાપતિ (પૂર્વ પ્રમુખ લાયન્સ ક્લબ ગાંધીનગર) સહિત ક્લબના સભ્યો લાયન સંજયભાઇ પટેલ, લાયન ધવલભાઇ દવે, લાયન મોહનભાઇ પરમાર, લાયન પ્રિતીબેન શર્મા, લાયન શૈલેષભાઇ એલ. પટેલ, લાયન ઉમંગ પંડયા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

Right Click Disabled!