Facebook : મહિલાએ ડેટ પર બોલાવીને કર્યું…

ફેસબુક, વોટ્સએપ્પ, ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં લોકો સરળતાથી એકબીજા સાથે જોડાય છે પરંતુ ઘણીવાર સોશ્યલ મીડિયામાં કોઈના ઉપર ભરોસો મોંઘુ પડી શકે છે. ફેસબુક, વોટ્સએપ્પ, ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં લોકો સરળતાથી એકબીજા સાથે જોડાય છે પરંતુ ઘણીવાર સોશ્યલ મીડિયામાં કોઈના ઉપર ભરોસો મોંઘુ પડી શકે છે. ઉત્તર પ્રદેશના હાપુલ જીલ્લામાં આ વાતને સાબિત કરતી એક ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિ અને સંગીતા ગુડ્ડીની પોલીસે ધરપકડ કરી છે. ગુજ્જી સોશ્યલ મીડિયામાં લોકોને ફસાવવાનું કામ કરતી હતી. એક પીડિત પુરુષે પોલીસ ફરિયાદ નોંધાવતા આ ગેન્ગની ધરપકડ થઈ છે. રિપોર્ટ અનુસાર, આ મહિલાએ ફેસબુકમાં માહી રાણા નામથી એક ફેક પ્રોફાઈલ બનાવી હતી, અને આ પુરુષ સાથે ઘણા દિવસોથી ઓનલાઈન ચેટ કરતી હતી.
ફ્રેન્ડશીપ વધતા બંનેએ 15 સપ્ટેમ્બરના રોજ મળવાનું નક્કી કર્યું હતું. આ વ્યક્તિ મળવા ગયો ત્યારે તેને સમજાયુ કે કંઈક ગડબડ છે. બે મહિલા અને બે પુરુષ તેની રાહ જોઈ રહ્યા હતા. આ ગેન્ગે કહ્યું કે, જો પાંચ લાખ રૂપિયા નહીં આપે તો રેપ કર્યો હોવાના આરોપમાં ફસાવી દેશે. પીડિતે ચિંતામાં એક લાખ રૂપિયાની મૂલ્યવાન વસ્તુઓ આપી દીધી જેમાં રોકડ, સોનાની ચેઈન અને રિંગનો સમાવેશ હતો. પરંતુ આ ગૅન્ગ આટલામાં જ સંતોષાઈ નહી. તેથી પીડિતે પોલીસ ફરિયાદ કરતા આ ગૅન્ગના બે જણની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બેની પણ ટૂંક સમયમાં ધરપકડ થશે. સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે, અમારુ માનવું છે કે આ પ્રકરણમાં મોટી ગૅન્ગનો સમાવેશ છે.
