લાલપુરના મચ્છુ બેરાજામાં વીજ શોકથી ખેડૂતનું મોત

લાલપુરના મચ્છુ બેરાજામાં વીજ શોકથી ખેડૂતનું મોત
Spread the love
  • દવા છંટકાવ કરતી વેળાએ સર્જાયેલી ઘટના

લાલપુર તાલુકાના મચ્છુ બેરાજામાં ગામે રહેતા અને ખેતીકામ કરતા યુવાન વાડી દવાનો છંટકાવ કરવા ગયા બાદ તારને અડકી જતા વીજ આંચકાથી મૃત્યુ પામ્યો હતો. લાલપુરના મચ્છુ બેરાજામાં રહેતા અને ખેતીકામ કરતા દિનેશભાઇ ખીમજીભાઇ સોનાગરા (ઉ.વ.૪૦) નામનો યુવાન ગત તા.૨૦ના રોજ સવારે પોતાની વાડીએ માંડવીના ઉભા પાકમાં દવાનો છંટકાવ કરવા માટે ગયા હતા જે દરમિયાન તેને ઈલેકટ્રીક શોક લાગતા તેનું મૃત્યુ નિપજયુ હતુ જે બનાવની મૃતકના પત્ની વનીતાબેન દિનેશભાઇ સોનાગરા જાણ કરતા લાલપુર પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.

– રોહિત મેરાણી (જામનગર)

Electric-Shock-1.jpg

Right Click Disabled!