સરકારે જાહેર કરેલા રાહત પેકેજને ખેડૂતોએ ગણાવી લોલીપોપ

સરકારની જાહેરાતને ખેડૂતોએ લોલીપોપ ગણાવી છે. ૩૭૦૦ કરોડના સહાય પેકેજમા એક ખેડૂતના ભાગે એક હજાર પણ માંડ આવે એમ છે તેમ ખેડૂતો જણાવી રહ્યાં છે. તેઓના મતે સરકારે વીમા કંપનીઓ પર દબાણ કરીને વીમો આપવો જોઈએ. જિલ્લાના અમુક તાલુકાઓને સહાય નહીં મળે તે સરકારનો અણઘડ વહિવટ હોવાના આક્ષેપ પણ ખેડૂતોએ કર્યા છે.
સાથે જ સરકાર ખેડૂતોની નુકશાની કરતા ખુબ ઓછા રૂપીયા આપી રહિ હોવાની પ્રતિક્રિયા પણ આપી છે. તો વીરમગામના કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય અંગે પ્રતિક્રિયા આપી હતી. અને વીરમગામમાં જ ખેતરને ભારે નુકસાન થયું છે તેમજ અહીં કોઈ જ સર્વે નથી કરાયો તેવા આક્ષેપો કર્યા છે.
