જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ માટે તા. 31 ઓક્ટોબર સુધીમાં અરજી કરવી

Spread the love
  • ચોમાસામાં કૃષિ પાકમાં ૩૩ ટકા કે વધુ નુકશાન માટે રૂ.૨૦ હજાર સહાય અપાશે
  • કૃષિ સહાય માટે ૭૩ હજાર અરજીઓ મળી

જૂનાગઢ : ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદથી જૂનાગઢ જિલ્લામાં કૃષિ પાકોને વ્યાપક નુકશાન થયું છે. આ નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ હેક્ટર રૂ. ૧૦ હજાર મહત્તમ ૨ હેક્ટર માટે રૂા. ૨૦ હજાર સુધી સહાય આપવામાં આવશે. જે ખેડૂતને ૩૩ ટકા કે તેથી વધુ નુકશાન છે તેમને આ સહાય ચુકવાશે. તા.૧૫ ઓક્ટોબર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં કૃષિ પાકના નુકશાન અંગે ૭૩૨૮૦ ખેડૂત ખાતેદારો તરફથી ઓનલાઇન અરજીઓ મળી ગયેલ છે. આ અરજી કરવામાં જે ખેડૂતો બાકી હોય તેઓએ તા. ૩૧ ઓક્ટોબર સુધીમાં વી.સી.ઇ. મારફત ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દિપક રાઠોડે અનુરોધ કર્યો છે.

અરજી સાથે ખેડૂતોએ ૭/૧૨, ૮/અ, આધારકાર્ડ, તલાટી વાવતેર અંગેનો દાખલો, મોબાઇલ નંબર, બચત ખાતાના બેન્ક પાસબુક નકલ, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારનું ના વાંધા પ્રમાણપત્ર, ખાતેદારનું કબુલાતનામુ અને ઓનલાઇન અરજીની પ્રિન્ટ મેળવી તેમાં સહિઓ કરી ગામના તલાટી મંત્રી કે ગ્રામ સેવકને તા.૩૧ ઓક્ટોબર સુધીમાં રજુ કરવાની રહેશે. વધુ માહિતી માટે તલાટી, ગ્રામ સેવક, ખેતી અધિકારીનો સંપર્ક સાધવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ વધુમાં જણાવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!