સુરતમાં રેલવે-ટ્રેક બનાવવાની કામગીરી ખેડૂતોએ અટકાવી

સુરત: ઉમરાથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડઝ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન ચાલી રહ્યું છે. જોકે એના વિરોધમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. ગત રોજ બાદ આજે પણ વિરોધ કરી કામગીરી અટકાવવામાં આવી હતી. ખેડૂતોએ જમીન સંપાદન કરનારા અધિકારીને સ્થળ પર બોલાવવા માગ કરી છે. જ્યારે ખેડૂતોએ સ્થળ પર હાજર પોલીસ અને રેલવે અધિકારીઓનો ઘેરાવ કરી ધરણાં પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો કલેક્ટરને મળવા પહોંચ્યા હતા. ખેડૂતોએ આવેદન પત્ર પાઠવી કલેક્ટરને રજૂઆત કરી હતી.ઉમરાથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડઝ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન ચાલી રહ્યું છે. જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોએ ભાવ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી છે.
સુપ્રીમ કોર્ટે ખેડૂતોને બજારભાવ પ્રમાણે રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. જિલ્લા કલેક્ટર, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલ્યા બાદ ડીએફસીસી કંપનીએ કામગીરી શરૂ કરી છે, જેનો વિરોધ કરતાં ખેડૂતોએ કહ્યું હતું કે અમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ પ્રમાણે બજારભાવ ૧૫૭૦૦ની જગ્યાએ માત્ર ૨૨૦૦થી ૨૫૦૦ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. સોમવારથી ચાલી રહેલા ખેડૂતોના વિરોધમાં આજે ખેડૂતો વીફર્યા હતા. સવારથી જ ખેડૂતો ખેતરોમાં આવી પહોંચ્યા છે અને રેલવે-ટ્રેક બનાવવાની કામગીરી અટકાવી દીધી છે, જ્યારે ખેડૂતોને ખેતરોમાં જવાના રસ્તા પર વાહનો મૂકી રસ્તો બ્લોક કરી દીધો છે. ખેડૂતોની માગ છે કે સંપાદન કરનાર અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવે. જમીન સંપાદન કર્યું છે તો પંચનામાની કોપી આપો
