પ્રાંતિજ તાલુકાના ફતેપુર પ્રા. આ. કેન્દ્રમાં ગ્લોબલ હેન્ડવોશિંગ ડે ની ઉજવણી

પ્રાંતિજ તાલુકાના ફતેપુર પ્રા. આ. કેન્દ્રમાં ગ્લોબલ હેન્ડવોશિંગ ડે ની ઉજવણી
Spread the love

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજ તાલુકાના ફતેપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્લોબલ હેન્ડવોશિંગ ડે અંતર્ગત સ્ટાફ દ્વારા તેની ઉજવણી કરવામાં આવી.જેમાં હાથ ધોવાનું મહત્વ,હાથ ધોવાની યોગ્ય પદ્ધતિ સ્ટાફ વિશે માહિતી આપવામાં આવી.દર્દીની અને આરોગ્ય કાર્યકરોની સલામતી માટે હેન્ડવોશિંગ અતિ મહત્વનું છે. આ ઉપરાંત આ દિવસે શપથ પણ લેવામાં આવ્યા કે સરકારની કોવિડ-૧૯ અંતર્ગત ગાઈડ લાઈનનું પાલન કરવું જેવું કે હાથ ધોવા, માસ્ક પહેરવું,સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવોની માહિતી આપવામાં આવી.આ અંતર્ગત ડૉ. પાર્થ પટેલ મેડિકલ ઓફિસર, ડૉ.તસ્લિમ મેમણ, કીર્તિ પટેલ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. જ્યારે આરોગ્ય કાર્યકર શૈલેષ નાયી દ્વારા હાથ ધોવાની યોગ્ય પધ્ધતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

મનુભાઈ નાયી, પ્રાંતીજ

IMG-20201015-WA0037-1.jpg IMG-20201015-WA0038-0.jpg

Right Click Disabled!