દીકરી સાથે પ્રેમસંબંધમા યુવક પર હુમલામાં પિતાને 3 વર્ષની કેદ

દીકરી સાથે પ્રેમસંબંધમા યુવક પર હુમલામાં પિતાને 3 વર્ષની કેદ
Spread the love

એક યુવતી સાથે પ્રેમસંબંધ રાખનાર યુવાન સામે ઉશ્કેરાઇ ગયેલા યુવતીના પિતાએ ચપ્પુ હુલાવી દેતા હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.આ કેસની અંતિમ સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી મુખ્ય સેશન્સ જજ એમ.કે.દવેએ આરોપી પિતાને દોષિત ઠેરવી 3 વર્ષની સખત કેદ અને રૂ.35000નો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ 6 માસની કેદનો હુકમ કર્યો હતો. કેસની વિગત એવી છે કે,વલસાડના માલવણમાં એક યુવતી સાથે ગામના યુવાન નિર્મળ મુકેશભાઇ પટેલને 3 વર્ષથી પ્રેમસંબંધ હતો.

આ વાતની જાણ યુવતીના પિતાને થતાં તેમને આ બાબત ખૂંચતી હતી. પિતાએ યુવાનને વારંવાર મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાન 2 જૂન 2015ના રોજ રાત્રે 9 વાગ્યાના સુમારે ગામના ઇશ્વર ફળિયામાં રહેતા પ્રજ્ઞેશ ગાંડાભાઇ પટેલ અને નિર્મળ પટેલ ચાલતા તેમના ફળિયામાં જયેશભાઇના જન્મદિન નિમિત્તે ભોલેશ્વર મહાદેવ મંદિર ખાતે કેક કાપવાના પ્રસંગમાં જઇ રહ્યા હતા તે દરમિયાન યુવતીના પિતા અમ્રતભાઇ રામાભાઇ પટેલે સામેથી આવી જઇ નિર્મળના પેટના ભાગે ચપ્પુ હુલાવી જીવલેણ ઘા કર્યો હતો.

ઇજા ગ્રસ્ત નિર્મળ લોહીલૂહાણ હાલતમાં ઘરે પહોચ્યો હતો.ત્યા રબાદ તેને વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ કેસમાં અંતિમ સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી મુખ્ય સેશન્સ જજ એમ.કે.દવેએ આરોપી અમ્રતભાઇ રામાભાઇ પટેલને હત્યા કરવાના ઈરાદે હુમલો કર્યો હોવા માટે દોષિત જાહેર કરી 3 વર્ષની કેદની સજા,રૂ.35 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સજા અને ઇજા પામનારને રૂ.35 હજાર વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

IMG-20210305-WA0039.jpg

Right Click Disabled!