કારને હળવદ નજીક અકસ્માત પિતા-પુત્રના મોત

કારને હળવદ નજીક અકસ્માત પિતા-પુત્રના મોત
Spread the love

ભુજ : દેશની આર્થિક રાજધાની મુંબઈથી કાર મારફતે માદરે વતન કચ્છના બંદરીય માંડવીના મોટા આસંબિયા ગામે આવી રહેલાં જૈન પરિવારના સભ્યોની કાર હળવદ નજીક સુસવાવ ગામે ટેન્કર પાછળ અથડાઈ જતાં કારમાં સવાર પિતા-પુત્રના ગંભીર ઈજાથી મોત નિપજતા અરેરાટી સાથે ગમગીની ફેલાઈ હતી.મુંબઈના ૬૨ વર્ષિય બિપીનભાઈ ઠાકરશીભાઈ ગાલા તેમના પત્ની-બે પુત્રો સાથે હ્યુન્ડાઈ ઈઓન કારમાં મુંબઈથી આસંબીયા તરફ આવી રહ્યા હતા ત્યારે આજે પરોઢે આ દુર્ઘટના બની હતી.

તેમની કાર આગળ જતા ઈન્ડેન ગેસના ટેન્કર પાછળ ધડાકાભેર અથડાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બિપીનભાઈ અને તેમના ૨૬ વર્ષિય પુત્ર બ્રીજના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો મદદે દોડી આવ્યાં હતા. કારમાં રહેલા વિકી બિપીનભાઈ ગાલા અને કલ્પનાબેન બિપીનભાઈ ગાલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. માતા-પુત્રને સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. બંનેની તબિયત ગંભીર હોઈ બંનેને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યાં છે. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.

Guj04_80623PM_1.jpg

Right Click Disabled!