મૂછ વગરની પિતા

મૂછ વગરની પિતા
Spread the love

હું તો એમજ કહીશ કે કોઈ પણ સન્તાન ના માથા ઉપ્પર થી પિતા ની છત્રછાયા દૂર ન થાય કારણકે પિતા એ ઘરનો સ્થમ્ભ હોય છેઃ એજ તૂટે તો શું પીડા થાય એ મારાં થી વિશેષ કોઈ નહીં જાણે અને જેણે પિતા ગુમાવ્યા છેઃ એજ જાણે પણ આજે પિતા નહીં પરંતુ એક એવી માં જે પિતાના ગયા બાદ માં અને પિતાનું આમ બન્ને નું જ કર્તવ્ય નિભાવે છેઃ જરૂરી નથી કે આ એક સીધી સરળ સફર હોય જો શરૂવાત જ કરું તો બારમું તેરમું આવતા આવતા એક સ્ત્રી રંગીન વસ્ત્રો થી લઇ શ્વેત સ્વપ્નો સુધીની સફર શરૂ દે છેઃ બાળકો જો નાના હોય તોતો એ સ્ત્રી પોતાની પીડા શું કહે કોને કહે ઘણી વાર તો પોતાનાજ શબ્દોથી એવા તે ડામ કરુણતા ની થાળી પર પીરસે કે આંખોમાં અશ્રુ કાજળ બની ઊપસે અચાનકજ આવેલી જવાબદારીના દરિયામાં માં ફસાતી સ્ત્રી શું મોતી જરસે એ કોઈ કયા સમજે જછે એક પ્રશ્ન હું પૂછવા ચાહું છું આજે દરેક સમાજ જ્ઞાતિ ના દરેક સભ્યો મહાનુભવો એ શું એ ધ્યાન આપ્યું કે એમના સમાજ માં કેટલી વિધવા માં છેઃ? એ વિધવા સ્ત્રી ના કેટલા સન્તાન છેઃ? એ સન્તાનને શું તકલીફો છેઃ? એ તકલીફો ઘણી વાર સામાજિક આર્થિક શારીરિક માનસિક પણ હોય છેઃ આ તકલીફ શું એને સ્વયંમ છેઃ? કે કોઈ દ્વારા અપાય છેઃ જે પિતા ના સ્થાને રહી પુત્રોનો ઉછેર કરે છેઃ એને શું જમવાનું બે ટાણ નું ભોજન મળે છેઃ? અરે સાહેબ મોટા માથાળા વ્યક્તિઓ કદાચ આવી મૂછવર ની પિતા ના આંગણે માં દ્રષ્ટિ પણ નથી ફેરવતા હું એટલે હદ સુધી પૂછવા ચાહું છું સાહેબ કે આ જે નાની મોતી સમાજ સેવા ની સન્સ્થાઓ અને એમાં પણ મોતી મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી આવી વિધવા સ્ત્રી ઓ મૂછ વગરની માં માટે ની સેવા કરતી સન્સ્થાઓ એ સાચા અર્થમાં કેટલી સ્ત્રી ઓની મદદ કરી છેઃ? મેં ઘણા એવા કિસ્સા જોયા છેઃ કે જેમાં પીયરીયા અને સાસરિયા વાળા તેરમું પત્યું નથી કે એ માં અને બાળક ને છોડીને એમજ રઝડતા મૂકી જાય છેઃ ક્યારેક કોઈક સ્ત્રી માં ઘૂવત્તા હોય ને એ સ્વયમ પોતાની જાત મહેનતે કમાવવા નીકળે તો આજ ફૂલ બનતો સમાજ એના વિશે ખોટી ચર્ચાઓ અફવાઓ ફેલાવે પડોસીઓ એને જોતા મોઢું મચકોડતા થુંકી મુઢુ જ ફેરવીદે તહેવારમાં જયારે આખી દુનિયા પર્સન્નત હોય ત્યારે સાસરી પક્ષ ની દસ રૂપિયાનું ચિઠરું પણ ન આવે કોઈ એમ નથી વિચારતું સ્કૂલ ના યુનિફોર્મ થી માંડીને દસ રૂપિયાની પેન હોય રીક્ષા બસ સ્કૂલ ફી અને ટ્યુશન ની ફી રોજ નું ભીજન સમાજનો વ્યવહાર ક્યારેક બાળકોના મન ખાતર મનોરંજનનો ખરછો કપડાં બીમારી વખતનો દવાખાના નો ખર્ચો આગળનું ભણતર પ્રોજેક્ટ અને અંતે સન્તાનના લગ્ન નો ખર્ચ કેવી રીતે ઉપાડે છેઃ? આ કોઈ સન્સ્થા અને સમાજ ના વડીલશ્રી વિચારતું જ નથી પોતાની ઘર જરૂરિયાત સાન્તોસવા જો કમાવા નીકળે તો લો રખડવા નીકળી જો ના જય તો લો ભણેલી હતી તોયે બાળકોને ભૂખ થી માર્યા કોઈ પુરુસ મદદ કરશે તો અરેરે નક્કી લફડું જ છેઃ નીચ બાઈ છેઃ પતિ નથી ને આવા કામ અરેરે જો પુનઃ વિવાહ કરે તોતો ખેલ ખતમ જોકે સાસરી વાળા પુનઃવિવાહ કરાવેજ એટલા સુતરા સારા તો હોતા નથી જ પણ જો પોતાના સન્તાનો માટે બીજા લગ્ન કરે તોતો નાતી બાર જ ઘણી ત્રીઓ ને માનસિક અસર પડે છેઃ હું એક વાત ચોક્કસ કહીશ કે બિચારા બનીને ના રહો હિંમત કરો કોઈ નો સહારો શું લો પોતાનીજ મદદ કરો પોતાના ગુણ ને ઓળખો ને ફતે કરો બીજી વાત એ પણ છેઃ મેં એવી મૂછવગર ની પિતા જોઈ છેઃ જેણે કોઈ પણ સમાજ સાસરી કે પિયર પક્ષ ની મદદ વિના સોસાયટી વાળા ના ત્રાસ ને સહન કરી જાત મહેનતે પોતાના સન્તાનને ભણાવ્યા છેઃ તૂટેલું ઘર જોડ્યું છેઃ પોતાના પુત્ર ના જનોઈ માં પોતેજ જનોઈ પૂજન કરી બાપ ની દરેક ફરજ નિભાવી છેઃ હું એવી મૂછ વગરની પિતા ને સલામ કરું છું હું એમજ કહીશ દરેક વર્ગે આવી સ્ત્રીને એની કબીલીયત મુજબ જોબ મળે એવુ કરવું જોઈએ હું આ આગળ જેટલી સમસ્યાઓ મેં કહી એતો પાચ પરસેન્ટ જ છેઃ આવી અગણિત પરિસ્થિતિ ઓ નો સામનો કરી એક સ્ત્રી મૂછવગર ની પિતા બની સઁસાર માં ચલાવે છેઃ તમે બીજાની આશા રાખોજ નહીં બસ પોતાના પર હિંમત કરો ઘણી સ્ત્રી ઓ ઘર કામ રસોઈ કરી કપડાં સીવી ટ્યુશન ચલાવી સિકક્ષણ આપી ભજન કીર્તન કરી ઘર ચલાવે છેઃ ખરું પદમશ્રી એવી મૂછ વિનાની પિતા ને આપો આજે જો તમે શોષયલ મીડિયા યુઝ કરો છો તો યુટ્યુબ ચેનલ બનાવી તમારું જ્ઞાન પીરસો કલાસીસ ચલાવો આવી હિંમત કરી અંધારી રાહ પર રોશનીમય પંથ સર્જી ખરી જાગૃતિ ફેલાવનારી આવીજ એક મૂછ વગર ની પિતા ની હું દીકરી છું આવી પિતામાં ના ચરણોની રજ ને મારાં લાલાટ નું કુમકુમ બનાવી આજે મારો રસ્તો સર્જી રહી છું જો તમારી આસપાસ આવી પિતા હોય તો એમને કદાચ ધન થી ભલે મદદ ના કરો અન્ન વસ્ત્ર ભલે ના આપો પરંતુ સુરકક્ષા સમ્માન જરૂર થી આપજો…

લેખિકા – માનસી દેસાઈ

Lokarpan-Web-Link-Alert-20210216_205356.jpg

Right Click Disabled!