સુરત હજીરાની ONGCમાં વિસ્ફોટ સાથે આગ : કરોડોનું નુકશાન

સુરતનાં હજીરાની ONGC ના ગેસટર્મિનલમાં ધડાકા સાથે આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.૧૫ કી.મી. દૂર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. આગથી થોડે દુર ઝૂંપડામાં રહેતા એક શ્રમજીવીનું મોત થયું છે.બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ, ફાયરટીમો,૧૦૮ નો કાફલો,પોલીસ ઘટના સ્થળે પોહચી ગયો હતો. આ આગથી કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)
