સુરતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

સુરતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત
Spread the love

અમદાવાદ: વડોદરા પાસે નેશનલ હાઇવે પર સુરતથી પાવાગઢ દર્શને જતા આઇશર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. જેથી આહીર સમાજના ૧૧ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ મૃતકો પૈકી સુરતના પુણા ગામ વિસ્તારમાં રહેતા એક જ જીંજાળા પરિવારના પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. જે પૈકી એક મૃતક યુવકની સગાઈ થઈ ગઈ હતી અને લગ્ન થવાના હતા.

દરમિયાન આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી જતાં ટેમ્પામાં બેઠેલા લોકો એકબીજા સાથે અથડાતાં મૃત્યુ પામ્યા હતા. રાત્રિના સમયે અકસ્માત થતાં લોકો ટેમ્પામાં ઊંઘી રહ્યા હતા, જેથી કેટલાક લોકોનાં તો ઊંઘમાં જ મોત થયાં હતાં. ઇજાગ્રસ્ત અને મૃતકના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે આ લોકો મૂળ વતન મહુવા તાલુકાના રાજુલા અને ભાવનગર તથા મહુવાની આસપાસનાં ગામોના વતની છે. છેલ્લાં ૨૦ વર્ષથી સુરતમાં રહેતા હતા.

સુરતના વરાછા અને પૂણા ગામ પાસે આવેલી સીતારામ સોસાયટી અને આશાનગરમાં રહેતા હતા. હીરા અને કાપડ ઉદ્યોગમાં નોકરી કરતા હતા. રાત્રે ૧૧ વાગ્યે નીકળ્યા હતા અને પાવાગઢ દર્શન કરીને ડાકોર દર્શન કરવા જવાના હતા. જોકે પાવાગઢ પહોંચે એ પહેલાં જ અકસ્માત થયો હતો. રાત્રે ૩ વાગ્યે વડોદરા પાસે અકસ્માત થયો હતો, જેમાં ૧૧ લોકોનાં મૃત્યુ થતાં સુરતના વરાછા અને પૂણા ગામમાં રહેતા પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

0_q3zPFi.jpg

Right Click Disabled!