સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂા. 4353 કરોડની જોગવાઈ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂા. 4353 કરોડની જોગવાઈ
Spread the love
 • અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિ, આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી જાતિ, સંભાળ અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકો, દિવ્યાંગો, નિરાધાર વૃદ્ધોનો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ થાય તે માટે સરકાર કટીબધ્ધ છે.
 • વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃધ્ધ યોજના અને વય વંદના યોજના અંતર્ગત રૂ. ૧૦ લાખ ૯૫ હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે રૂ. ૧૦૩૨ કરોડની જોગવાઈ.
 • પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતિજાતિના કુલ ઓગણચાલીસ લાખ એંશી હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તથા ધોરણ-૯ અને ૧૦માં અભ્યાસ કરતા છ લાખ ત્રેસઠ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા રૂ. ૫૪૯ કરોડની જોગવાઇ.
 • આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાલ આવાસ યોજના હેઠળ સહાય આપવા રૂ. ૧પ૯ કરોડની જોગવાઈ.
 • ધોરણ-૯માં અભ્યાસ કરતી અનસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે એક લાખ બ્યાંશી હજાર કન્યાઓને વિનામુલ્યે સાયકલ આપતી સરસ્વતી સાધના યોજના હેઠળ રૂ.૭૧ કરોડની જોગવાઇ
 • દિવ્યાંગોના સશક્તિકરણ માટે દિવ્યાંગ શિષ્યવૃત્તિ, દિવ્યાંગ સ્વરોજગારી અને એસ.ટી. બસમાં મફત મુસાફરી માટેની યોજના હેઠળ રૂ. ૫૩ કરોડની જોગવાઇ.
 • માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે અનુસૂચિત જાતિના ૧૪ હજાર લાભાર્થીઓને અને વિકસતી જાતિના ૨૦ હજાર લાભાર્થીઓને સાધનો પૂરાં પાડવા માટે રૂ. ૪૪ કરોડની જોગવાઇ
 • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ આપવામાં આવતી રૂ.૧૦,૦૦૦ની સહાયમાં રૂ. ૨૦૦૦નો વધારો કરી રૂ. ૧૨,૦૦૦ કરવાની જાહેરાત કરું છું. આ માટે રૂ.૪૦ કરોડની જોગવાઈ.
 • રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના માટે રૂ. ૧૯ કરોડની જોગવાઇ.
 • સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ.
 • ૮૦ ટકા કે તેથી વધુ બૌદ્ધિક અસમર્થતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને માસિક રૂ.૧૦૦૦ પેન્શન આપવામાં આવે છે. હવે આ યોજનાના લાભ માટે દિવ્યાંગતાની ટકાવારી ૮૦ ટકાથી ઘટાડીને ૭૫ ટકા કરવાની જાહેરાત કરું છું. વધુમાં સેરેબ્રલ પાલ્સી અને ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને પણ આ યોજનામાં આવરી લેવામાં આવશે. જેના કારણે આ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વધુ વ્યક્તિઓને પેન્શનનો લાભ મળશે. જે માટે રૂ. ૯ કરોડની જોગવાઈ.
 • દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે રૂ. ૮ કરોડની જોગવાઇ.
 • અનુસૂચિત જાતિની ૨૮ અને વિકસતી જાતિની ૩૩ આદર્શ નિવાસી શાળાઓમાં સ્માર્ટ સ્કૂલ ઇ-લર્નિંગ પ્રોજેકટ શરૂ કરવા માટે રૂ. ૩ કરોડની જોગવાઇ.
 • અનસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ત્રણ નવા સરકારી છાત્રાલયના મકાન બાંધકામ માટે રૂ. ૩ કરોડની જોગવાઈ.
 • ગાંધીનગર ખાતે કન્યાઓ માટે અદ્યતન સુવિધા સાથેના સમરસ છાત્રાલયના મકાન બાંધકામ માટે રૂ.૧ કરોડની જોગવાઇ.
 • જુવેનાઇલ જસ્ટિસ ફંડ મારફત મુશ્કેલીમાં મુકાયેલા બાળકોને સહાય અને પુનર્વસન માટે રૂ.૧ કરોડની જોગવાઈ.
 • દિવ્યાંગ વ્યક્તિઓને મુદતી ધિરાણ, શૈક્ષણિક હેતુ માટે ધિરાણ, માઈક્રો ફાયનાન્સ જેવી યોજનાઓ દ્વારા આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સક્ષમ કરવા માટે ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ માટે રૂ. ૭ કરોડની જોગવાઇ.
 • વડોદરા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પ સ્મારકના કામો માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ.
 • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અમલમાં મુકાયેલ શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓ તેમજ વિવિધ લોન સહાય માટે રૂ. ૫૦૦ કરોડની જોગવાઇ.
Right Click Disabled!