અંબાજીમાં પ્રથમવાર ગરબા વિનાની નવરાત્રિ ઉજવાશે

અંબાજીમાં પ્રથમવાર ગરબા વિનાની નવરાત્રિ ઉજવાશે
Spread the love

શક્તિની આરાધનાનું મહાપર્વ એટલે જગતજનનીમાં અંબાને પોતાના ગામ તથા ઘરમાં પધારવાનું આમંત્રણ નવરાત્રિ એટલે આ માતાજીના અનુષ્ઠાન કરવાનું શ્રેષ્ઠ પર્વ વિશ્વભરમાં બિરાજતા લાખો માઈભક્તો માતાજીના સન્મુખ દર્શન કરવાના બદલે ઘેરબેઠા ઓનલાઈન દર્શન કરશે. જોકે ચાલુ વર્ષે કોવિડ હોવાથી માઈભક્તો માત્ર ઓનલાઈન દર્શન કરી શકશે. કાલે સવારે ૮ઃ૧૫ થી ૯ઃ૦૦ કલાકે ઘટસ્થાપન કરવામાં આવશે.આસોના નવરાત્રિના પર્વનું પણ એટલું જ મહત્વ હોય છે. જેમકે ચૈત્રીના નવરાત્રિના માતાજીના આ મહાપર્વમાં માતાજી સાક્ષાત ગરબારૃપી પરિભ્રમણ કરી વિશ્વનું કલ્યાણ કરતા હોય છે. સવારે ૮ઃ૧૫થી ૯ઃ૦૦ વાગ્યા સુધી મંદિરમાં માતાજીની ગાદીના ભટ્ટજી મહારાજના હસ્તે ઘટસ્થાપન કરાશે. જેની પૂજાવિધીમાં વહિવટદાર એસ.જે.ચાવડા સહ પરિવાર માતાજીની પૂજાવિધી કરશે. નવરાત્રિ પર્વનો આરંભ કરાવશે ઈતિહાસમાં પ્રથમવાર લાખો માઈભક્તોની હાજરી વિના નવરાત્રિ પર્વનો પ્રારંભ થશે.

અંબાજી મંદિરમાં યોજાતા ગરબાઓ આખા ગુજરાત ભરમાં લોકપ્રિય છે. નવેય દિવસો દરમિયાન ગુજરાતના લોકપ્રિય કલાકારો માતાજીના ગરબાઓ ગાઈ ભક્તિરસની છોળો ઉછાળે છે. નવરાત્રિ પર્વમાં અબાલ, વૃધ્ધો, નાના બાળકો તથા યુવાનો અને યુવતિઓ મોડી રાત સુધી ગરબાના તાલે ઝુમી નવરાત્રિ પર્વ મનાવે છે. આ વખતે કોરોના સંક્રમણના કારણે ગરબાઓ નહિ યોજાય પરંતુ યાત્રિકો નિરાશ ન થાય તે માટે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જણખથી વધુ પ્રસાદીના પેકેટો બનાવશે અને જરૃર પડશે તો વધુ પ્રસાદ બનાવાશે તેવું વહિવટદાર એસ.જે.ચાવડાએ વધુમાં જણાવ્યું હતું. ઉપરાંત ૬૦૦થી વધુ લાઈટોના સહારે મંદિરને ડેકોરેટ કરવામાં આવ્યું છે.વેબસાઈટ, ફેસબુક, યુ-ટયુબ, ટ્વીટર પર લાઈવદેવસ્થાન ટ્રસ્ટની વેબસાઈટ, ફેસબુક, ટ્વીટર, યુટયુબ તથા લાઈવ સ્ટ્રીમીંગ સર્વર ઉપર સવારે ૭ઃ૩૦ થી ૮ઃ૦૦ તેમજ સાંજે ૬ઃ૩૦ થી ૭ઃ૦૦ કલાકે માતાજીની આરતીના દર્શનના ઓનલાઈન જીવંત પ્રસારણ કરવામાં આવશે.

content_image_c9c04153-43f1-48d6-98f9-9a62499d6fb7.gif

Right Click Disabled!