પાણી પુરવઠા પ્રભાગ માટે કુલ રૂા. 3974 કરોડની જોગવાઈ

પાણી પુરવઠા પ્રભાગ માટે કુલ રૂા. 3974 કરોડની જોગવાઈ
Spread the love
  • રાજ્યના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પીવાનું પર્યાપ્ત શુદ્ધ પાણી આપવા રાજ્ય સરકારે અનેક આયોજનો પૂર્ણ કર્યા છે. પાણી વિતરણ સુનિશ્ચિત કરવા ૧૩,૬૦૦ ગામો અને ૨૦૯ શહેરી વિસ્તારોને આવરી લઇ ૧ લાખ ૨૬ હજાર કિલોમીટરની રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ કરવામાં આવેલ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશના નાગરિકોને ઘરે ઘરે નળથી શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા “નલ સે જલ” યોજના અમલમાં મૂકેલ છે.
  • આપણી રાજ્ય સરકારે ૮૨ ટકા ઘરો સુધી પાઈપલાઈનથી પાણી પહોંચાડવાનું કામ પૂર્ણ કરેલ છે. આગામી વર્ષોમાં રાજયનો કોઇપણ તાલુકો પીવાના પાણીના સોર્સ વિના ના રહે તે માટે આયોજન તેમજ અમલવારી કરવાનો સરકારે નિર્ણય કરેલ છે. જેના માટે નર્મદા કેનાલ તેમજ મોટા ડેમ આધારિત પાઇપલાઇન મારફતે ખાતરીપૂર્વકના સોર્સ ઊભા કરવામાં આવશે.
  • શહેરીકરણનો વધતો જતો વ્યાપ ધ્યાને લઈ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની આસપાસના ઓ.જી.વિસ્તારમાં પીવાના પાણી અને ડ્રેનેજ માટે શહેરી સત્તામંડળ સાથે સંયુક્ત રીતે ભવિષ્યલક્ષી આયોજન કરવામાં આવશે.
  • આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ૨૮૪૧ ગામોના પ્રગતિ હેઠળના તથા ૧૯૪૧ ગામોના મંજૂર થયેલ પાણી પુરવઠાના કામો માટે રૂ. ૧૦૦૦ કરોડની જોગવાઇ.
  • સરફેસ સોર્સ આધારિત જુથ પાણી પુરવઠા યોજના મારફતે જિલ્લાના ગામોને પાણી પૂરું પાડવા વડોદરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં બલ્ક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂ. ૯૬૮ કરોડની જોગવાઈ.
  • સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી વર્ષોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવાનાવડાથી ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની ૧૪૩ કિલોમીટરની બલ્ક પાઇપલાઇન માટે રૂ. ૬૭૫ કરોડની જોગવાઇ.
  • સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ગામોમાં જળ સલામતી પ્રદાન કરવા માટે ચાર જગ્યાએ ૨૭ કરોડ લિટર ક્ષમતાના ડીસસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. ૩૦૦ કરોડની જોગવાઈ.
  • હર ઘર જલ યોજનામાં ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, બોટાદ અને આણંદ જિલ્લાઓની ૧૦૦% કામગીરી પૂર્ણ થયેલ છે. રાજ્યના બાકી રહેલ ૧૭ લાખ ૭૮ હજાર ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાના આયોજન અંતર્ગત રૂ. ૩૦૦ કરોડની જોગવાઈ.
  • રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ અંતર્ગત જુદાં જુદાં શહેરી વિસ્તારોમાં ગંદા પાણીને ટ્રીટ કરી તેના પુન:ઉપયોગની યોજનાઓ માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ.
  • અમદાવાદ, વડોદરા અને જેતપુરમાં ઔદ્યોગિક ગંદા પાણીના વહન માટે અંદાજે રૂ.૨૨૭૫કરોડના પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહેલ છે. જે માટે રૂ. ૭૫૮ કરોડની જોગવાઇ.
Right Click Disabled!