જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ ડો. એ.આર.પાઠક લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ ડો. એ.આર.પાઠક લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત
Spread the love

જૂનાગઢ : દિલ્હીથી પ્રકાશિત થતા કૃષિ મેગેઝીન એગ્રીકલ્ચર ટુડે દ્વારા જૂનાગઢ કૃષિ યુનિ.ના પૂર્વ કુલપતિ ડો. એ.આર.પાઠકને લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કક્ષાના દિલ્હીથી પ્રકાશિત થતા કૃષિ મેગેઝીન એગ્રીકલ્ચર ટુડે દ્વારા દર વર્ષે જુદી જુદી સંસ્થાઓ તથા કૃષિ વૈજ્ઞાનિકોને અલગ-અલગ કેટેગરીમાં તેમના વિશિષ્ટ યોગદાન બદલ કૃષિક્ષેત્રના એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીના લીધે એવોર્ડ વિતરણ સમારોહ ઓનલાઇન યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષિ શિક્ષણમાં આપેલ વિશિષ્ટ યોગદાન બદલ રાષ્‍્ટ્રીય કક્ષાએથી લાઇફટાઇમ અચીવમેન્ટ અવોર્ડ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના પૂર્વ કુલપતિ ડો. એ.આર. પાઠકને એનાયત થયેલ છે.

આ અવોર્ડ સમારંભ ભારત સરકારના કૃષિ સચિવ અને આઇ.સી.એ.આર ના ડાયરેક્ટર જનરલ, ડો. ત્રિલોચન મહાપાત્રના અધ્યક્ષસ્થાને યોજાયેલ, જેમાં ડો.એમ.જે. ખાન, ચેરમેન આઇ.સી.એફ.એ, નવી તેમજ દેશની કૃષિ યુનિવર્સીટીઓના કુલપતિશ્રી અને મહાનુભાવોએ ભાગ લીધેલ. ડો. એ.આર.પાઠકે કૃષિ સંશોધન ક્ષેત્રે કપાસ, કઠોળ, પાકો, ગુવાર,દિવેલા, રાઇ અને ડાંગર પાકોમાં પાક સંવર્ધક અને સંશોધન વૈજ્ઞાનિક તરીકે આ પાકોની ૨૫ જેટલી સુધારેલી જાતો અને ૧૪ ઉત્પાદનલક્ષી તાંત્રિકતાઓ વિકસાવી ખેડૂતો માટે ભલામણ કરી છે. તેમણે પાક નિષ્ણાંત, સશોધન નિયામક આણંદ તેમજ નવસારી કૃષિ યુનિવર્સીટીના કુલપતિ તરીકે ૨૦૧૦-૨૦૧૯ દરમ્યાન ફરજ બજાવી હતી.

ડો. પાઠકે ૧૭ જેટલા એમે.એમ.સી./પીએચડી વિદ્યાર્થીઓને શિક્ષણ સંશોધનમાં માર્ગદર્શન પુરું પાડ્યું છે. તેઓના માર્ગદર્શન હેઠળ વિવિધ પાકોની ૬૦ જેટલી સુધરેલી જાતો અને ૫૦૦ તાંત્રિકતાઓની ભલામણો ખેડૂતો માટે થઇ છે. તેઓના કુલપતિશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન બંને યુનિવર્સીટીઓનું આઇ.સી.એ.આર એક્રીડીટેશન, રેન્કીંગ, ફોરેસ્ટ્રી કોલેજએ પ્લસ રેન્ક, વેટનરી કોલેજોની વી.સી..આઇ માન્યતા નવસારી કૃષિ યુનિવર્સીટીમાં ૫ સ્નાતક કક્ષાની, ૬ પોલીટેકનીક કોલેજો અને ૧ કૃષિ વિજ્ઞાન કેનદ્ર શરૂ કરાવેલ તેવી રીતે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે ૧ કૃષિ કોલેજ અને પોલીટેકનીકની સ્થાપના કરાવી વિદ્યાર્થીઓને કૃષિ શિક્ષણની વધુ તકો પ્રાપ્ત કરાવેલ.

ખેડૂતોને પ્રમાણિત બિયારણ પ્રવાહી, બાયો ફર્ટીલાઇઝર, બાયો પેસ્ટીસાઇડ, ટ્રાયકોડર્મા,બીવેરીયા, કિફાયતી કિંમતે મળે તે માટે વિદ્યાર્થીઓ સાથે રાખી મોટા પાયે ઉત્પાદિત કરાવેલ. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે આઇસીએઆરનો એનએએચઇપી પ્રોજેક્ટ મંજુર કરાવી કૃષિ શિક્ષણમાં રોબોટિક્સ, ડ્રોન વગેરે નવી તાંત્રિકતાઓને વિદ્યાર્થીઓને શિક્ષણમાં લાભ મળતો થયો. જેમાં ૧૮ જેટલા વિદ્યાર્થીઓને યુનિવર્સીટી ઓફ કેલીફોર્નિયા, યુએસએ એશિયન ઇન્સ્ટીટ્યુશન ટેકનોલોજી, બેંગકોક, એવી.આર.ડી.સી. તાઇવાન ખાતે તાલીમનો લાભ મેળવી ચુક્યા છે. ડો. પાઠક આઇસીએઆર ના ગવર્નીંગ બોર્ડના મેમ્બર, એક્રીડીટેશન અને પીપીવીએફઆરની ઇડીવી કમિટીના ચેરમેન, એનબીપીજીઆર, અસ્પી ફાઉન્ડેશન, જીએસેફસી સાયન્સ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓની કમિટીમાં મેમ્બર તરીકે સેવા આપેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

1614697496032_1614697250694_Photograph-Dr.-A.-R.-Pathak.jpg

Right Click Disabled!