પૂર્વ પ્રમુખ ઝાટકિયાનો સરકાર સામે ધ્રુજારો !!

પૂર્વ પ્રમુખ ઝાટકિયાનો સરકાર સામે ધ્રુજારો !!
Spread the love
  • પૂર્વ પ્રમુખ ઝાટકિયાનો સરકાર સામે ધ્રુજારો !!
  • માણાવદરમાં હયાત રોડ ઉપર નવા કામના ખાતમુહુર્તથી લોકો ચકિત ?

નરેન્દ્ર મોદી કહે છે કે ખાતો નથી અને ખાવા દેતો નથી.એ વાત સામે એટલું જ કહેવાનું થાય છે કે ખાતો નથી પણ સૌને ઓગાળવા – વાગોડવા દઉ છું! આ વાત દેશના તમામ રસ્તાઓની ખખડી ગયેલી હાલત યથાર્થ કરે છે. માણાવદરમાં બનતા દરેક રસ્તાનું આયુષ્ય માંડ એક કે બે વર્ષ નું જ હોય છે. ત્યાં સુધીમાં તૂટી જાય છે. 2018 માં શહેરમાં રીંગરોડ બનાવ્યો તે રોડ બે જ વર્ષ માં તૂટી છે. આ રોડના કોન્ટ્રાકટરો સામે જવાબદારી ફિક્સ કરવા ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા તથા દેવજીભાઇ ઝાટકિયા એ રજૂઆતો કરી હતી પણ હજી સુધી કોઇ પરિણામ આવ્યું નથી.

માણાવદરમાં ફરી એક વાર જે રસ્તા હયાત છે તેમાં નવા કામ કરવાનું 19,43,200 રૂપિયા ના કામનું ખાતમુહુર્ત કરાતા લોકો ચકિત થઇ ગયા છે ! હયાત રોડ છે તેનું ખાતમુહુર્ત અનેક પ્રશ્ર્નૉ ઊભા કરે છે. માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઇ ઝાટકિયા એ આજના ખાતમુહુર્ત ને એક નાટક ગણાવ્યું છે.અને લોકોને દેખાડવા માટે જ આવું નાટક કરાઇ રહ્યાનું જણાવ્યું છે. પ્રજાના પૈસા નું પાણી કરતી સરકાર હવે બનતા નવા રોડ કેટલા દિવસ ચાલશે તેની ખાતરી આપશે ખરી ? કોન્ટ્રાક્ટરોની જવાબદારી ફિક્સ થાય તેવા પગલાં ભરશે ખરી કે આગેથી ચલી આતી હૈ….. જેવું કરશે એવા સવાલો ઝાટકિયા એ ઉઠાવ્યા છે

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20201014-WA0003.jpg

Right Click Disabled!