માંડવી તાલુકાના ઝખડિયા ગામે એક સાથે ચાર હત્યાથી સમગ્ર કચ્છમાં હાહાકાર

માંડવી તાલુકાના ઝખડિયા ગામે બે દિવસ અગાઉ એક પરિવારમાં કોઈ કારણોસર કંકાસ સર્જાતા ત્રણ દીકરી અને તેની માતા સહિત ઘરના મોભીએ ચાર હત્યા કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે આ અંગેની વધુ વિગતો મેળવવા અમે પ્રયાસ કરી રહ્યા છે આ ઘટનાએ સમગ્ર કચ્છમાં હાહાકાર સર્જી દીધો છે.
મળતી માહિતી પ્રમાણે ઝખડિયા ગામે રહેતા શિવજી પચાણ સંગાર નામના ઇસમે આજે સવારે કોઈ કારણોસર પારિવારિક કંકાસ થતાં પત્ની ભાવનાબેન શિવજી સંઘાર દીકરી ધૃતિબેન કિંજલબેન તથા ધર્મિષ્ઠાબેન એમ ચાર વ્યક્તિઓની હત્યા કરીને આરોપી હાલ તુરંત નાસી ગયો છે.
સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યાને અંજામ અપાયો છે તો બીજી તરફ આરોપી શિવજીએ સામૂહિક હત્યાને અંજામ આપ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતો હતો એ વખતે ગામ લોકો એકઠા થઇ જતા તે નાસી ગયો છે તેથી આરોપી સીમમાં અથવા કોઈપણ જગ્યાએ આત્મહત્યા કરી લે તેવી શક્યતાને લઈને પોલીસ પ્રશાસન દ્વારા વ્યાપક તપાસ હાથ ધરાઇ છે.
