લોન પર 13 ટ્રક લીધા, હપ્તા ન ભરી 3.19 કરોડની છેતરપિંડી

લોન પર 13 ટ્રક લીધા, હપ્તા ન ભરી 3.19 કરોડની છેતરપિંડી
Spread the love
  • શહેર યુવા ભાજપના એક પૂર્વ હોદ્દેદાર બે પુત્ર અને ભાઈ સામે પોલીસ ફરિયાદ

જામનગરમાં ત્રણ ટ્રાન્સપોર્ટરોએ ફાયનાન્સ કંપનીમાં તેર ટ્રકો રી-ફાઇનાન્સ પર મેળવીને એક હપ્તા ભર્યા બાદ હપ્તા ન ભરી ધમકી ઉચ્ચારી રૂ.૩.૧૯ કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ પંચ એ પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે ફાયનાન્સ પેઢીની ફરીયાદના આધારે શહેર યુવા ભાજપના પુર્વ હોદેદારોના બે પુત્ર અને એક ભાઈ સામે ગુનો નોંધ્યો છે.

અમદાવાદમાં વટવા ખાતે રહેતા અને હિન્દુજા ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા વિનય કુમાર દિનેશભાઇ ઠક્કર અને ફાયનાન્સ કંપનીમાં પૂર્વયોજીત કાવતરું રચી તેરે ટ્રકો રી-ફાઇનાન્સ પર લીધા બાદ એક એક હપ્તા ભરી બાદમાં હપ્તા ન ભરી પેઢી દ્વારા વાહન સીઝ કરવા જતાં ધમકીઓ ઉચ્ચારી રૂ.૩.૧૯ કરોડની છેતરપિંડી અંગે પંચ એ પોલીસ સ્ટેશનમાં મોહિત હરીશભાઇ ગઢવી, અશોક હરીશભાઈ ગઢવી અને કિશોર હમીરભાઇ ગઢવી સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની ફાયનાન્સ કંપનીના મેનેજર ફરિયાદના આધારે પોલીસે ત્રણેય સામે વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફાયનાન્સ કંપની ફરિયાદ પરથી શહેર યુવા ભાજપના એક પુર્વ હોદ્દેદાર બે પુત્ર અને એક ભાઈ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-11.jpeg

Right Click Disabled!