સરકાર તરફથી સાતમી વાર વિના મૂલ્યે અનાજનું વિતરણ શરૂ

સરકાર તરફથી સાતમી વાર વિના મૂલ્યે અનાજનું વિતરણ શરૂ
Spread the love
  • માંગરોળ તાલુકામાં ૫૦ દુકાનો ખાતેથી ૨૦ હજાર કરતા વધુ રેશનકાર્ડ ધારકોને લાભ મળશે

છેલ્લા સાત માસ કરતા વધુ સમયથી દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. પ્રારંભમાં લોકડાઉન ની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવતા અનેક કામ ધંધા અને મજૂરી કામો બંધ થઈ ગયા હતા. આ સમયે બે ટાઇમનું ભોજન મેળવવા માટે મજૂરવર્ગ માટે ભારે મુશ્કેલ બન્યું હતું. તેવા સમયે સરકાર તરફથી ગરીબ મજૂરવર્ગ માટે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો મારફતે વિના મૂલીયે અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

આજદિન સુધીમાં આજે તારીખ ૨૧મી ઓક્ટોબરનાં રોજથી સાતમી વાર વિના મૂલીયે ગરીબ-મજૂર પરિવારોને અનાજ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માંગરોળ તાલુકાના વીસ હજાર કરતા વધુ રેશનકાર્ડ ધારકોને, તાલુકામાં કાર્યરત ૫૦ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો ખાતેથી આજે વહેલી સવારથી જ અનાજ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગે નાયબ મામલતદાર પુરવઠા વિભાગના ગિરિષભાઈ પરમારે જણાવ્યું છે કે આ અંગેનો અનાજનો પુરવઠો ૫૦ દુકાનો ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ – સુરત)

Screenshot_20201021_155638-2.jpg Screenshot_20201021_155733-1.jpg Screenshot_20201021_155733-0.jpg

Right Click Disabled!