લગ્નની સફર બાયોડેટાથી લઈને વિધિવિધાન સુધીની…

લગ્નની સફર બાયોડેટાથી લઈને વિધિવિધાન સુધીની…
Spread the love

મને એક વિચાર આવ્યો શું સીધી સરળ રીતે વિવાહ પૂર્ણ ના થઇ શકે? તરત જ મારાં મન અને મગજે જોર જોર થી જાણે બૂમો ના પડતું હોય એમ ના કહ્યું જેમકે હેડિંગ જ વાંચીને સમજાય ગયું હશે કે આ વિષય કેટલો ઉપયોગી રમુજી ને સામાજિક છેઃ સાહેબ જો બે વ્યક્તિ ને લગ્ન માટે માગું નાખવું જ હોય તો તો બે વ્યક્તિના પરિવારે બાયોડેટા નો સેતુ સાધવો પડે છેઃ 1 બાયોડેટા હવે આ બાયોડેટા એ એક યુવક યુવતી નો ટૂંકો પરિચય જ હોય છેઃ અને એની અંદર એ યુવક યુવતીનો ફોટો હોય છેઃ પણ સાહેબ આ એક ઑકવડ પ્રીતસ્થિતિ જબરજસ્ત સરજાય છે.

શરૂવાત કરીયે તો આ બાયોડેટા માં નામ થી લઈને શું શોખ છેઃ અને પરિવાર જનો માં અડધા ડઝનબન્ધ નામ અને નમ્બર હોય છેઃ હૃદતો ત્યારે થાય જયારે આ સંપર્ક લિષ્ટ માં કોઈ મામાં કાકા નું નામને નમ્બર ના છપાયો હોય ને આ બાયોડેટા ની પરાકાસ્થા ત્યારે પોંચે જયારે જે બાયોડેટા થી નમ્બર લઇ બધીજ માહિતીઓ જાણી ઘણા લોકો તો એડ્રેસ મળ્યા પછી યુવક યુવતી ની તપાસ કરાવી યોગ્ય લાગ્યા પછી સામે વાળા પક્ષ નો સંપર્ક કરે છેઃ ત્યારે તરતજ બીજું જ વાક્ય એ જ બોલે છેઃ કે પ્લીઝ મને બાયોડેટા મોકલશો? ને એક ફોટો લો પત્યું સાહેબ આશુ રીત? ને વાત હજુ પતતી નથી હો પોતે એકજ ફોટો મોકલશે એ પણ કદાચ ચશ્મા વાળો અથવા સાઈડ ફેસ નો ને સામે વાળા ને કેસે પ્લીઝ 3 4 ફોટા ચશ્મા વગર ના સીધા સામું જોય એવા મોકલો ને વાહ રે દુનિયા ઘણા એવા પણ છે.

જે પોતેજ પોતાનો ફોટા વગર નો બાયોડેટા મોકલી આ બીજા નો છેઃ ને અજાણ બની પોતાના માટે વાત ચલાવે લે જબરું હો 2 ફોટો આ ફોટા માં તો એક જ વાત છેઃ બોસ ફોટા છોકરો હોય કે છોકરી પાચ વર્ષ જુનાજ ફોટા બાયોડેટા માં શોભાયમાન થાય બસ હાલ નો તો બિલકુલ નહીં 3 ફોન ઉપ્પર વાત આ નવું નીકળ્યું યુવક યુવતી પેલા કૉલ ઉપ્પર કલ્લાક વાત કરે હારું બધું બાયોડેટા માં જોયા પછી પાછા એના એજ સવાલો એનાથી આગળ વિડીયો કૉલ થાય ઘર ના ફોટાઓ સપ્લાય થાય બાપુ આના પછી યોગ્ય લાગે તો મળે હે ? હાસ્તો હે શું ?

4 મુલાકાત ભાઈ નવા કપડાં મેકઅપ નાસ્તાપાણી ની વ્યવસ્થા બાદ ઘણી વાર હોટેલ કાંતો મન્દિરે મળવાનું ગોઠવે ત્યાં પણ બન્ને પક્ષ માં મહત્વના બે વ્યક્તિ ખાસ મિત્ર બેનપણી ને નાજ ભૂલે આ કેવું? શું માબાપ ઓછા પડે છેઃ પણ હશે ચાલો મળે ત્યારે પણ આગળનું જ રિપીટ થશે એકજ સવાલો હા એમાં વધારો તો થાય સીટી માં લગ્ન પછી રેશું? માબાપ ને હું નહીં સાચવું જોબ તો હું કરીશ જ આગળ તો હું ભણીશ જ રસોઈ કરતા સોરી મને નથી આવડતું શનિરવી બાર આના થી આગળ દસમું બારમું પાસ કે ફેલ યુવક લગ્ન કરવા નીકળે એ પણ માબાપ ના પૈસા ઉપ્પર લો 5 સગાઈ આ સગાઈ માં લગ્ન જેટલોજ અડધો ખર્ચો થાય ને ગિફ્ટ સાહેબ હમણાં જ કિસ્સો બન્યો છે.

હિના ની બહેન વાળો આજ એક પળાવ માં ભલભલા ને ભાન પડી જાયઃ છેઃ 6 ફોન પર વાતો આ સગાઈ પછી કલ્લાકો સુધી વાતો એટલી હદ સુધી ફેંકે કે લગ્ન પછી ઘણા વાત ન કરવાના બનાઓ શોધે સારુ ખોટું શું બોલે ના બોલે બધુજ આ કલ્લાકો વાત કરતા વટાઇ જાયઃ 7કન્કોત્રી ઓછા માં ઓછા 50 રૂપિયાની કન્કોત્રી છપાવી કુળદેવી સગાસમ્બન્ધી ના નામ લખ્યા હોય એજ આમન્ત્રણ ની માહિતી વાંચ્યા બાદ કયા પસ્તી કે કચરા પેટી સુધી પોંચે એ કન્કોત્રીજ જાણતી હશે એની સાથે જાત જાત ની લાણી એતો વાત જ ના પૂછો 8 ખરીદી વિશ પચીસ હજારનો લગ્ન નો જોડો ઘરેણાં સાડી હું યુવતી માટે ઘણું દુઃખ અનુભવું છું આ લીધેલા કપડાં શું બીજાના પ્રસંગે માં બીજી વાર પેરે છેઃ ખરી પાર્લર નો ખર્ચો છોકરી હદ બારણું લૈજવા ઈચ્છતી હોય છે.

હા એ એનો હક છેઃ પણ જે વસ્તુ આગળ પણ ખરીદસે જ છતાં પણ નાદાની જતાડવી એ મૂર્ખતા છેઃ જોડો ચૂડો એ એવી વસ્તુ છેઃ જે વારે ઘણી ના પેરાય ના બીજાને અપાય 9 હવે એક દિવસ બાકી આતો ઈંગ્લીશમાં માં લખી પ્રિ વેડિંગ ફોટો શૂટ ને વિડીયો બનાવી હદ વટાવે એવા ફોટાઓ શોસયલ મીડિયા પર મુકશે જેણે જોયા હશે એ મન માં જ બોલી ઉઠે હદ કરી અરે ભાઈ કેટલા દિવસ બાકી એ મન માં ગણ જે સાસરી એ ગયા પછી સઁસ્કાર બતાવજે કુળ ઉંચુ નામ ધરાવે એવા કાર્યો કરજે પણ શું કેવું કોને કેવું 10 જમણવાર સાહેબ લખો રૂપિયા પાણીની જેમ વ્હાવે સોં માંથી પાચ જ વ્યક્તિ સરખું જમી શકે બાકીનું તો એ એંઠવાડ માં જાયઃ તમને બધાને જ ધ્યાન હશે કે કેટલો બગાડ થાય એટલું જરૂરિયાતમન્દ ને તો શું આપે દેખાડા માં થી ઉંચાજ નહીં આવે ને બસ આવેલા વ્યક્તિ તારી મારી કરતા જાયઃ ને જમતા જાયઃ થોડું ખોદે ને થોડું પોતાનું પેટ ભરે 5 00 રૂપિયાની થાળી જમ્યા બાદ 1 00 રૂપિયા નો વહેવાર લખાવી છું.

10 મુહૂર્ત સાહેબ કન્કોત્રી માં લખેલા મુહૂર્ત મુજબજો હસ્ત મેળાપ થાય તો મારું નામજ બદલી નાખું એવા કુટુંબો મેં જવલ્લે જ જોયા છેઃ જે મુહૂર્ત સાચવે ને પછી કે લગ્ન જીવન એટલું સારુ નથી અલા ભલા મનસ્યુ ક્યાંથી હોય? 11 સઁગીત અલા સઁગીતકાર ને કલાકાર ને 99% લોકો ગાવા વાળી પાર્ટી અથવા ખેતર ના મજુર જ ગણે ગાયે રાખો એમજ બોલે 12 મારાજ જેના દ્વારા લગ્ન થાય છેઃ હારું એનુજ લોહી પીવે એને એક હજાર કે પંદરસો કે ત્રણ હજાર માંજ બ્રાહ્મણ ને બોલાવશે આખા લગ્ન માં આજ એક વ્યક્તિ સસ્તા માં સસ્તા હોય છેઃ મારાજ 13 અંત માં યુવક યુવતીના માબાપ એમજ કે મારાજ જરાક ઉતાવળ રાખજો ને મેન વિધિ વિધાન જ અડધા એક કલ્લાક માં તો લગ્ન પુરા ને બે કલ્લાકમાં દીકરી ની તો વિદાય લો લગ્ન પૂર્ણ આ તો ઘણું ઓછું લખ્યું બાકી દેખાડાથી ઉજવાતો લગ્ન નામનો ઉત્સવ ઘણી વાર હસી પાત્ર ઘટના બની ઘણીવાર લોકો સમક્ષ આવ્યું છેઃ પણ કોઈને સાચું કહીયે સાચી સલાહ આપીયે તો આપણેજ ખોટા ઠરીયે આમારી વાત કેટલી સાચી કે ખોટી એ જરાક વિચારજો…

લેખિકા – દેસાઈ માનસી

01 IMG-20210219-WA0064.jpg

Right Click Disabled!