રાજકોટ કૈલાશધારા પાકૅમાંથી દાગીનાની ચોરી કરનાર શખ્સની ધરપકડ કરતી ગાંધીગ્રામ પોલીસ

રાજકોટ કૈલાશધારા પાકૅમાંથી દાગીનાની ચોરી કરનાર શખ્સની ધરપકડ કરતી ગાંધીગ્રામ પોલીસ
Spread the love

રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર કૈલાશધારા પાર્કમાં રહેતા જોશનાબેન રાજેશકુમાર ભાયાણા નામના લોહાણા વૃદ્ધાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે પોતે ઘરે હતા. અને તેની દિકરી ન્હાવા ગઈ હતી. ત્યારે દિકરીને બનાવેલા ભાઈ રાહુલનો મિત્ર સાહિલ સોલંકી આવ્યો હતો. અને તે ગયા બાદ ૧ લાખના દાગીના ગાયબ જણાતા તેને ફોન કરતા પોતે ચોરી નહીં કરી હોવાનું જણાવતા તે જ શંકાના દાયરામાં હોય ગાંધીગ્રામ પોલીસે શકમંદ તિરુપતિનગરના સાહિલ પ્રફુલભાઇ તન્ના ઉ.૨૦ સકંજામાં લઇ આગવીઢબે પૂછતાછ કરતા પોતે જ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. અને પોલીસે ચોરીમાં ગયેલ તમામ ૧ લાખના દાગીના કબ્જે કર્યા હતા. ગાંધીગ્રામ પોલીસ ઇન્સ્પેક્ટર, કે.એ.વાળા, આર.એસ.પટેલ, ખોડુભા જાડેજા, વનરાજભાઈ લાવડીયા, ગોપાલભાઈ પાટીલ, દિવ્યરાજસિંહ જાડેજા, કિશોરભાઈ ધુધલ, કનુભાઈ બસીયા, દિગ્વિજયરાજસિંહ ગોહિલ, અમીનભાઇ કરગથરા, દિનેશભાઈ કામગીરી કરેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200925-WA0043.jpg

Right Click Disabled!