ગાંધીનગર : ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ ક્લબ દ્વારા જનજાગૃતિ નવરાત્રિ ઉત્સવ યોજાયો

ગુજરાત ની રાજધાની ગાંધીનગર ખાતે ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ ક્લબ દ્વારા તારીખ ૨૨ ઓક્ટોબર ના રોજ રાત્રે 8 30 વાગે નવરાત્રિ ઉત્સવ નિમિતે જન જાગૃતિ નવરાત્રિ ઉત્સવ ઉજવાયો. આ કાર્યક્રમ માં બજરંગ દળ ના પૂર્વ પ્રમુખ શ્રી અમરત ભાઈ ઠક્કર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીસેક્ટર ૨૧ માં જન જાગૃતિ નવરાત્રિ ઉત્સવ ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ ક્લબ દ્વારા યોજાયો ની આરતી ઉતારી હતી, બજરંગ દળ ના પ્રમુખ શ્રી શક્તિ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ ક્લબ ના પ્રમુખ શ્રી રાધેશ્યામ યાદવનું અમરત ભાઈ ઠક્કરે ફૂલમાળાથી સન્માન કર્યું હતું. શ્રી યાદવે જણાવ્યું હતું કે કોરો ના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખી માસ્ક પહેરવું અને નિયમોનું પાલન કરવું જોઈએ, કોઈને કોરૉના થયો હોય તો કઈ દવા લેવી તેની માહિતી આપી હતી. ઉપ પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ સામાજિક કાર્યકર, હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક દ્વારા જન જાગૃતિ આરતી રજૂ કરવામાં આવી અને કોરૉના થી નહીં ડરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમ માં ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ ક્લબ ના પ્રમુખ શ્રી રાધેશ્યામ યાદવ, ઉપ પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ, ઉપ પ્રમુખ શ્રી મંગળ સિંહ, શ્રી સંજય યાદવ કોષાધ્યક્ષ શ્રી અંકિત કુમાર, શ્રી લાલ સિંહ, શ્રી કાંતિ ભાઈ પટેલ એડવોકેટ શ્રી મહેન્દ્ર ભાઈ ચૌહાણ વિગેરે મોટી સંખ્યામાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રાધેશ્યામ યાદવ પ્રમુખ શ્રી અને ઉપ પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા નિઃશુલ્ક માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું અને અંત માં રાષ્ટ્ર ગીત રજૂ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ શ્રી રાધેશ્યામ યાદવ દ્વારા કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
ડૉ ગુલાબચંદ પટેલ (ઉપ પ્રમુખ)
ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ ક્લબ
