ગાંધીનગર : લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા કોરોના મૃતકોની શાંતિ અર્થે રુદ્રાભિષેકથી અંજલિ

ગાંધીનગર : લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા કોરોના મૃતકોની શાંતિ અર્થે રુદ્રાભિષેકથી અંજલિ
Spread the love

લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા કોરોના મૃતકો ને અંજલિ અર્થે ‘ અધિક માસમાં અંજલિ ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં રુદ્રાભિષેક દ્વારા પુજન-અર્ચન કરવામાં આવ્યું. અત્યારના સમયમાં વ્યક્તિનું કામ અટકી શકે એમ નથી સાથે કોરોના પણ અટકવાનું નામ લેતો નથી. આવા સમયે કેટલાય સ્વજનો અને મિત્રો આપણે ગુમાવ્યા છે. આ ખોટ પૂરાઇ શકે તેમ નથી. પરંતુ આમ અણધાર્યા મોતને ભેટેલા જીવાત્મા માટે પ્રભુ પ્રાર્થના ચોક્કસ કરવી જોઇએ એ આશય થી સેવાભાવી સંસ્થા લાયન્સ ક્લબ ફેમિના દ્વારા રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું.

સિધ્ધનાથ મહાદેવ મંદિર વાવોલ ખાતે આયોજીત આ રુદ્રાભિષેકમાં મોટી સંખ્યામાં સભ્યો ઉત્સાહથી જોડાયા હતા. જેમાં મુખ્ય યજમાન પદે એડીશનલ, ડિસ્ટ્રીક્ટ કેબિનેટ સેક્રેટરી હરીશભાઇ ત્રિવેદી, મીનાબેન ત્રિવેદી અને લાયન પૂર્વ પ્રમુખ જશવંતસિંહ રહેવર તેમજ ઇલાબેન જોષી એ પૂજા કરી હતી. પ્રમુખ મમતા રાવલ, સેક્રેટરી દક્ષા જાદવ, ઉપપ્રમુખ ચંદા યાદવ, અર્ચના દવે, રૂપલ બિહોલા, સોનલ રાવલ, જાગૃતિ વ્યાસ, ભૂમી જોગાણી, કાનન પટેલ, મનીષા પટેલ, આનંદી પટેલ, કૃતજ્ઞા વસાવડા સહુ એ શિવજીને અભિષેક દ્વારા સૌના રક્ષણ તેમજ મૃતાત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. ક્લબના જોઇન્ટ ટ્રેઝરર નિમિષા શુક્લએ પ્રોજેક્ટ ચેરમેન તરીકે કાર્ય ભાર સંભાળ્યો હતો. મૃતક પરિવારના સભ્ય તરીકે નાગરિક બેંકના ચેરમેન વિક્રમભાઇ પટેલ હાજર રહી અંજલિના કાર્યને બીરદાવ્યું હતું.

IMG-20201016-WA0043.jpg

Right Click Disabled!