ગાંધીનગર, વાવોલ આવવા-જવા માટેનો વધુ એક માર્ગ બનશે

ગાંધીનગર, વાવોલ આવવા-જવા માટેનો વધુ એક માર્ગ બનશે
Spread the love

ગાંધીનગર : અંડરપાસની કામગીરીમાં નડતરરૃપ ૪૦૦થી વધુ કાચા-પાકા દબાણો ગત સપ્તાહે તંત્ર દ્વારા તોડવામાં આવ્યા હતાં. ત્યારે અહીં રહેતાં શ્રમજીવીઓ કોલવડા ખાતે ગયા હતા પરંતુ ત્યાંથી સ્થાનિક લોકોએ તેમને ખદેડતા શ્રમજીવીઓએ પુનઃ ગોકુળપુરા ખાતે કબ્જો કર્યો હતો. જેથી તંત્ર દ્વારા વધુ દબાણો ઉભા થાય તે પહેલા જ અહીં પુનઃ થયેલા ૨૦૦ જેટલા કાચા દબાણો દુર કરવામાં આવ્યા હતા.

કેપિટલ રેલ્વે સ્ટેશન પાછળ ખ -રોડ સાથે જોડતો અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે. અહીં દબાણ હોવાના કારણે અંડરપાસનો ક-રોડ તરફની કામગીરી ઘણા વખતથી વિલંબમાં પડી હતી. આખરે ગત સપ્તાહે સામુહિક ઓપરેશન હાથ ધરીને અહીંથી ૪૦૦થી વધુ કાચા-પાકા ઝુંપડા દુર કરવામાં આવ્યા હતાં. આ ઝુંપડાઓ ઉપર તંત્રએ બુલડોઝર તો ફેરવી દીધું પરંતુ અહીં રહેતાં શ્રમજીવીઓ ક્યા રહેશે તેની પરવાહ વહિવટી તંત્રએ કરી ન હતી.

જેના કારણે આ ઝુંપડાધારકો નવુ આશિયાના બનાવવા કોલવડા તરફ ગયા હતા અને ત્યાં મુકામ બનાવવાનું નક્કી કર્યું હતું ત્યાંથી પણ સ્થાનિક લોકોએ તેમને ખદેડયા હતા જેના કારણે આ શ્રમજીવીઓ ફરી જ્યા હતા ત્યાં એટલે કે ગોકુળપુરા ખાતે પુનઃ વસવાટ કરવા લાગ્યા હતા માર્ગ અને મકાન વિભાગને આ બાબતની જાણ થતા તંત્ર દ્વારા ફરી દબાણ હટાવો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને અહીં ડેરા તંબુ તાણીને બેઠેલા શ્રમજીવીઓના દબાણો દુર કરવામાં આવ્યા હતા.

ફરી આ જગ્યા ઉપર કોઇ કબ્જો જમાવે નહીં તે માટે દબાણો થાય કે તુરંત જ તેને હટાવવાનો તંત્રએ નિર્ણય કર્યો છે. આ વિસ્તાર ફરી દબાણ મુક્ત કરી દેવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં આ અંડરપાસની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવશે. આ અંડરપાસ બની ગયા બાદ ખ-રોડ થી ક – રોડને જોડતો વધુ એક રસ્તો મળશે. એટલે કે વાવોલ તરફ આવવા- જવા માટેનો વધુ એક માર્ગ બનશે.

photo_1602264321020.jpg

Right Click Disabled!