ગારીયાધારને મળશે અતિ આધુનિક સુવિધા ધરાવતી ગુજરાતની સૌપ્રથમ એમ્બ્યુલન્સ

ગારીયાધારને મળશે અતિ આધુનિક સુવિધા ધરાવતી ગુજરાતની સૌપ્રથમ એમ્બ્યુલન્સ
Spread the love
  • 23 નવેમ્બરે શ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં લોકાર્પણ

ગારિયાધારના કે.જે વાધાણી સામુહિક આરોગ્ય કેન્દ્રને ગુજરાતની અતિ આધુનિક સુવિધા ધરાવતી સૌપ્રથમ એમ્બ્યુલન્સનું લોકાર્પણ આગામી 23 નવેમ્બરના રોજ વિપક્ષી નેતા શ્રી પરેશ ધાનાણી સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ માં લોકાર્પણ થશે. આ અંગેની વિગતો આપતા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શ્રી પરેશભાઈ ખેનીએ જણાવ્યું કે આ એમ્બ્યુલન્સ ગુજરાતની સૌપ્રથમ એવી એમ્બ્યુલન્સ છે કે જેમાં ફોર્સ કંપની લિમિટેડ એડવાન્સ લાઇફ સપોર્ટ સિસ્ટમ કામ કરી રહી છે જેમાં મલ્ટિ પેરા મોનિટર,કાર્ડિયાક ડી.કે.પ્રિવેન્ટીલેટર, જેનાથી કાર્ડિયાક એક ધરાવનાર દર્દી ને લાઇફ સપોર્ટ સિસ્ટમ આપી શકાશે અને બાળકને પણ ભાવનગર સુધી પહોંચતા લાઇફ સપોર્ટ કરી શકાશે.

શિરીષ પમ્પ અને સક્શન પમ્પ ઓક્સિજન સપોર્ટ સાથેના આ એમ્બ્યુલન્સમાં મૂકવામાં આવ્યા છે. સ્પાઇન બોર્ડ સિસ્ટમ પણ તેમાં સામેલ છે. ફોસૅ કંપની ફીટેડ આ એબ્યુલન્સ ગુજરાતની સૌથી પ્રથમ એમ્બ્યુલન્સ છે. જેની કિંમત 33- 76 લાખ છે. આ સમગ્ર સિસ્ટમને સમજવા પેરામેડિકલ સ્ટાફના તજજ્ઞો ગારીયાધાર આવી તેની પુરતા ઉપયોગ કરવાની તાલીમ આપશે. આ એમ્બ્યુલન્સમાં જિલ્લા આયોજન સમિતિ દ્વારા 14-76લાખ,જિ.પં.સદસ્યા ગીતાબેન ખેનીની ગ્રાન્ટ ના 7 લાખ,જિ.પ.સદસ્ય ગોવિંદભાઈ મોરડીયાની ગ્રાન્ટ 3 લાખ,અને સાંસદ શ્રી અમિબેન યાજ્ઞિક તથા નારણભાઈ રાઠવાના 9 લાખની ગ્રાન્ટનો સહયોગ મળ્યો છે.

આ લોકાપર્ણ કાર્યક્રમમાં વિપક્ષી નેતા શ્રી પરેશભાઈ ધાનાણી સાંસદો શ્રી અમીબેન યાજ્ઞિક, નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય શ્રી ઓ વીરજી ઠુંમર, કેશુભાઇ નાકરાણી,અંબરીશ ડેર, પ્રતાપભાઈ દુધાત, કનુભાઈ બારૈયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ ની વિશેષ ઉપસ્થિતિ રહેશે.જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય નિયામક તથા તાલુકા , જિલ્લાનો અધિકારી ગણ પણ હાજર રહેશે.કોવિડ- 19 ના નિયમોના પાલન સાથે કાર્યક્રમ તાલુકા પંચાયત ગારીયાધાર ખાતે સવારે 10 કલાકે યોજાશે. ગારીયાધારના પ્રજાજનોએ આ સુવિધાને આવકારી છે.

IMG-20201121-WA0005.jpg

Right Click Disabled!