ઉમરપાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ

ઉમરપાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
Spread the love

સુરત જિલ્લાની ઉમરપાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે તારીખ ૨૧ ના રોજ તાલુકા પંચાયત પ્રમુખ દરિયાબેન વસાવાના અધ્યક્ષપદે તાલુકા પંચાયતના સભાખડમાં મળી હતી.બેઠકમાં ગતસભાની કાર્યવાહી વચનમાં લઈ એને બહાલી આપવામાં આવી હતી.ત્યારબાદ તાલુકા પંચાયતની કારોબારી અને સામાજીક ન્યાય સમિતિની કાર્યવાહી વચનમાં લઈ એને બહાલી આપવામાં આવી હતી.તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી કચેરીની સફાઈ માટે જે ખર્ચ નક્કી થયો છે જેને રીન્યુ કરવા પ્રશ્ને ચર્ચા કરી આ કામને મજૂર કરવામાં આવ્યું હતું.

૧૫ માં નાણાંપંચની થયેલા કામોની મજૂરી માટે મોકલવાના પ્રશ્ને ચર્ચા કરી આ કામને મજૂરી અપાઈ હતી. અધ્યક્ષસ્થાનેથી જે કામો રજૂ થયા હતા એની ચર્ચા કરી કામોને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં ટી.ડી.ઓ.,તાલુકાની વિવિધ કચેરીનાં અધિકારીઓ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, તાલુકા પંચાયતના વિવિધ વિભાવના અધિકારીઓ હાજર રહ્યા હતા.જો કે હવે તાલુકા પંચાયતની ચૂંટણી નજીકમાં જ થનાર છે. એટલે આ ટર્મની આ છેલ્લી સામાન્ય સભા આજે યોજાઈ ગઈ છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ સુરત)

IMG-20200921-WA0062.jpg

Right Click Disabled!