GIPCL રચિત દીપ ટ્રસ્ટ દ્રારા સ્વ-સહાય જૂથની બહેનોને સૂર્ય કુકરનું વિતરણ

GIPCL રચિત દીપ ટ્રસ્ટ દ્રારા સ્વ-સહાય જૂથની બહેનોને સૂર્ય કુકરનું વિતરણ
Spread the love

વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેવી કે શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પંચાયત ઘર, દૂધ ઘર તેમજ મહિલા સશકિતકરણનાં ભાગરૂપે સ્વ-સહાય જુથો દ્રારા વિવિધ કામો કરવામાં આવે છે. દીપ ટ્રસ્ટ દ્રારા કંપનીના કાર્ય વિસ્તારમાં સતત નવી-નવી કામગીરી કરવામાં આવી રહી છે. કાર્ય વિસ્તારનાં ગામોમાં ૧૬૯ જેટલા સ્વ-સહાય જૂથો બનાવવામાં આવેલા છે. તેમાં ૧૭૪૭ બહેનો દ્રારા ૧ કરોડ,૫૬ લાખની બચત કરવામાં આવી છે. ઉપરાત સ્વ-સહાય જૂથો દ્રારા અંદાજીત ૫ કરોડ,૩૩ લાખનું આંતરિક ધિરાણ લઇ બહેનો દ્રારા અલગ-અલગ કામો કરવામાં આવ્યા છે.

બહેનોનાં આરોગ્યની જાળવણી કરી શકાય તે હેતુથી સ્વ-સહાય જૂથો માટે ભૂતકાળમાં ગેસ વિતરણ અને સૂર્ય કુકર આપવામાં આવ્યા હતા. જે સ્વ-સહાય જૂથોની બહેનો માટે ખૂબજ ઉપયોગી પુરવાર થતા આ કોરોનાની મહામારીમાં પણ બહેનોનાં હીતને ધ્યાનમાં લઇને દીપ ટ્રસ્ટનાં કાર્ય વિસ્તારનાં ૧૭ ગામોમાં ૧૨૪ નંગ સૂર્યકૂકર માટે રૂપિયા ૨,૯૫,૦૦૦/-નો ખર્ચ કરી દીપ ટ્રસ્ટનાં CEO એન.આર.પરમારના માર્ગદર્શન હેઠળ મેનેજર એન.પી.વઘાસિયા અને એમની ટીમ દ્રારા બહેનોને ઘરે-ઘરે જઇને સૂર્ય કૂકર વિતરણ કરવામાં આવ્યા છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20200908-WA0053-1.jpg IMG-20200908-WA0054-0.jpg

Right Click Disabled!