GIPCL રચિત દીપ ટ્રસ્ટ દ્રારા સ્વ-સહાય જૂથની બહેનોને સૂર્ય કુકરનું વિતરણ

GIPCL રચિત દીપ ટ્રસ્ટ દ્રારા સ્વ-સહાય જૂથની બહેનોને સૂર્ય કુકરનું વિતરણ
Spread the love

GIPCL રચિત દીપ ટ્રસ્ટ દ્રારા છેલ્લા ૨૩ વર્ષથી કાર્યક્ષેત્રનાં ગામોમાં વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેવી કે શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પંચાયત ઘર, દૂધ ઘર તેમજ મહિલા સશકિતકરણનાં ભાગરૂપે સ્વ-સહાય જુથો દ્રારા વિવિધ કામો કરવામાં આવે છે. દીપ ટ્રસ્ટ દ્રારા કંપનીના કાર્ય વિસ્તારમાં સતત નવી-નવી કામગીરી કરવામાં આવી રહી છે. કાર્ય વિસ્તારનાં ગામોમાં ૧૬૯ જેટલા સ્વ-સહાય જૂથો બનાવવામાં આવેલા છે. તેમાં ૧૭૪૭ બહેનો દ્રારા ૧ કરોડ,૫૬ લાખની બચત કરવામાં આવી છે. ઉપરાત સ્વ-સહાય જૂથો દ્રારા અંદાજીત ૫ કરોડ,૩૩ લાખનું આંતરિક ધિરાણ લઇ બહેનો દ્રારા અલગ-અલગ કામો કરવામાં આવ્યા છે.

બહેનોનાં આરોગ્યની જાળવણી કરી શકાય તે હેતુથી સ્વ-સહાય જૂથો માટે ભૂતકાળમાં ગેસ વિતરણ અને સૂર્ય કુકર આપવામાં આવ્યા હતા. જે સ્વ-સહાય જૂથોની બહેનો માટે ખૂબજ ઉપયોગી પુરવાર થતા આ કોરોનાની મહામારીમાં પણ બહેનોનાં હીતને ધ્યાનમાં લઇને દીપ ટ્રસ્ટનાં કાર્ય વિસ્તારનાં ૧૭ ગામોમાં ૧૨૪ નંગ સૂર્યકૂકર માટે રૂપિયા ૨,૯૫,૦૦૦/-નો ખર્ચ કરી દીપ ટ્રસ્ટનાં CEO એન.આર.પરમારના માર્ગદર્શન હેઠળ મેનેજર એન.પી.વઘાસિયા અને એમની ટીમ દ્રારા બહેનોને ઘરે-ઘરે જઇને સૂર્ય કૂકર વિતરણ કરવામાં આવ્યા છે.

રીપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20200908-WA0052.jpg

Right Click Disabled!