ગીર અભ્યારણ ખુલ્યું એક જીપ્સીમાં 3 લોકો બેસી શકશે

ગીર અભ્યારણ ખુલ્યું એક જીપ્સીમાં 3 લોકો બેસી શકશે
Spread the love

ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજીયાત, દરરોજ સવારે 6 વાગ્યે ખુલી જશે, રોજ 150 પરમિટલીલી ઝંડી આપી જિપ્સી રવાના કરવામાં આવી હતી જંગલમાં આ વખતે પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો વન વિભાગે લીલી ઝંડી આપીને સફારી જિપ્સીને જંગલામાં રવાના કરી હતી છેલ્લા 6- 7 મહિનાથી બંધ રહેલું ગીર અભયારણ્ય આજથી સહેલાણીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી સિંહ દર્શન શરૂ કરવામાં આવ્યાં છે. મુલાકાત લેવા માટે આવતા પ્રવાસીઓેને કોવિડ-19ની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવું ફરજીયાત રહેશે.

જો કે મુલાકાતીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. એક સમયે ગણતરીના લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. જ્યારે જીપ્સીમાં 3 લોકો જ સવાર થઈ શકશે. આજે કોરોનાના ડરને કારણે સહેલાણીઓની સંખ્યા ઓછી જોવા મળી છે. ગીર અભ્યારણ્ય રોજ સવારે 6 વાગે ખુલી જશે અને પરિમટમાં પણ વધારો કરી 150 કરવામાં આવી છે.પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યોચોમાસાના 4 મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે દર વર્ષે આ સમયગાળા દરમિયાન ગીર અભ્યારણને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે આજથી પ્રવાસીઓ સિંહના દર્શન કરી શકશે.

તંત્ર દ્વારા લીલી ઝંડી આપીને સફારી જિપ્સીને જંગલામં રવાના કરવામાં આવી હતી. જંગલમાં આ વખતે પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને મોટો ફટકો પડ્યોઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારીના લીધે ગત 16 માર્ચથી સાસણમાં સિંહદર્શન બંધ કરી દેવામાં આવ્યા હતાં અને આખું સાસણ પ્રવાસીઓ પર નભે છે. ત્યારે અહીંના પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને મોટો ફટકો પડ્યો છે. તહેવારોની સિઝનમાં લોકો અગાઉથી જ રિસોર્ટ બૂક કરી લેતા હોય છે. પરંતુ કોરોના મહામારીના કારણે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

જેને લઈને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની રોજગારી પર અસર પડી છે. જંગલમાં આ વખતે પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જંગલમાં આ વખતે પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યોવધુ લોકો લાભ લઈ શકે તે માટે વહેલી સવારે 6 વાગ્યાથી જ સિંહ દર્શન શરૂ કરાયા. છેલ્લા 6 મહિનાથી બંધ રહેલા ગીર અભ્યારણમાં વધુમાં વધુ લોકો સિંહદર્શન કરી શકે તે માટે સવારે 6 વાગ્યાથી સિંહ દર્શન શરૂ કરવામાં આવ્યાં છે. વનવિભાગે પરમીટોમાં પણ વધારો કર્યો છે. જેથી પ્રવાસીઓ સિંહદર્શનનો લાભ લઈ શકે. ગત વર્ષે દરરોજ ત્રણ ટીમની 90 પરમિટ આપવામાં આવતી હતી. જેમાં વધારો કરીને દરરોજ 150 પરમીટો આપવામાં આવી રહી છે.

6_1602835273.jpg

Right Click Disabled!