સોના-ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટતા ભાવમાં ઘટાડો થયો

સોના-ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટતા ભાવમાં ઘટાડો થયો
Spread the love

મુંબઈ વર્લ્ડ માર્કેટમાં ચાંદીમાં અફરાતફરીનો માહોલ, ડૉલરની નરમાઈને પગલે સોના-ચાંદી સુધર્યાં સોના-ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી બજેટમાં ઘટ્યાની અસરે ભારતમાં ઝડપથી ભાવઘટાડો આગળ વધી રહ્યો છે. જોકે વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદી ડૉલરની નરમાઈને કારણે સુધર્યાં હતાં. મુંબઈમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૮૬થી ૩૮૮ રૂપિયા ઘટ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૮૦૬ રૂપિયા તૂટ્યો હતો.વિદેશી પ્રવાહોચાંદીના ભાવમાં અફરાતફરી હજી શમી નથી.

સોમવારે ઉછાળા બાદ કડાકો અને હવે બુધવારે ભાવ ફરી ઊછળ્યા છે. ચાંદીમાં સટ્ટાકીય તત્વો એકદમ સક્રિય છે, સટ્ટાકીય લૉબીને કાબૂમાં લેવા કોમેક્સ માર્જિન લાગુ કરવામાં આવ્યા બાદ તેજીમાં પીછેહઠ જોવા મળી હતી, પણ ચાંદીનાં ફન્ડામેન્ટ્સ સોના કરતાં વધુ મજબૂત હોવાથી મંદી ટકી નથી. વર્લ્ડ માર્કેટમાં સોમવારે એક તબક્કે ૩૦.૦૩ ડૉલરની સપાટીએ પહોંચેલી ચાંદીના ભાવ મંગળવારે ઘટીને ૨૬ ડૉલરની સપાટીની અંદર પહોંચ્યા હતા, જે બુધવારે વધીને ૨૭ ડૉલર નજીક પહોંચ્યા હતા.

અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને જણાવ્યું હતું કે કૉન્ગ્રેસની બજેટ ઑફિસ દ્વારા ગ્રોથના જે પ્રોજેક્શન જાહેર કરાયું છે એ જોતાં રિલીફ પૅકેજની આવશ્યકતા બહુ મોટી છે. જેનેટ યેલેનના આ વક્તવ્ય પછી સોના-ચાંદીમાં નવેસરથી ખરીદી નીકળતાં વર્લ્ડ માર્કેટમાં બન્ને પ્રેસિયસ મેટલના ભાવ સુધર્યા હતા.ઇકૉનૉમિક ઇન્ડિકેટરયુરો એરિયાનું ઇન્ફ્લેશન જાન્યુઆરીમાં વધીને ૧૧ મહિનાની ઊંચાઈએ ૦.૯ ટકાએ પહોંચ્યું હતું, જે છેલ્લા પાંચ મહિનાથી સતત ઘટતું જતું હતું, માર્કેટની ધારણા ૦.૫ ટકા ઇન્ફ્લેશનની હતી. યુરો એરિયામાં પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ૦.૮ ટકા સુધર્યો હતો,

જે નવેમ્બરમાં ૦.૪ ટકા જ સુધર્યો હતો. યુરો એરિયાના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ જાન્યુઆરીમાં વધીને ૪૭.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે પ્રિલિમનરી એસ્ટિમેટમાં ૪૭.૫ પૉઇન્ટ હતો. જોકે ડિસેમ્બરમાં ગ્રોથ ૪૯.૧ પૉઇન્ટ હતો. અમેરિકાનો ઇકૉનૉમિક ઓપ્ટિમિઝમ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ૧.૮ પૉઇન્ટ વધીને ૫૧.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે સતત બીજે મહિને વધ્યો હતો તેમ જ પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો.શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ ભાવિકોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટી રહ્યાના સંકેત મળતાં એશિયન શૅરબજારો બુધવારે વધ્યાં હતાં. કોરોનાના વૅક્સિનેશન પ્રોગ્રામની ઇફેક્ટ ધીમે-ધીમે વધી રહી હોવાથી હવે સોનાનું સેફ હેવન સ્ટેટ્સ નબળું પડી રહ્યું છે.

બાઇડનના ૧.૯ ટ્રિલ્યન ડૉલરના રિલીફ પૅકેજની અસર સોનાના ભાવ પર ઑલરેડ્ડી થઈ ચૂકી હોવાથી હવે સોનામાં તેજી થવા માટે નવા કારણની જરૂર છે, જે હાલમાં વર્લ્ડ માર્કેટ પાસે નથી. ભારત-ચીનની ફિઝિકલ ડિમાન્ડ અને સેન્ટ્રલ બૅન્કોની ખરીદી ૨૦૨૧માં કેવી રહે છે ?એની પર હવે સોનાની તેજીનો આધાર રહેશે પણ હાલના તબક્કે ૨૦૨૦માં સોનાની તેજી જોવા મળી હતી એવી તેજી ૨૦૨૧માં જોવા નહીં મળે એવા સંકેતો ધીમે-ધીમે મળવા લાગ્યા છે. શૉર્ટ ટર્મ સોનામાં તેજી થવાનાં કોઈ ઠોસ કારણો નથી, લૉન્ગ ટર્મ તેજી થવા માટે ‘જો અને તો’ની સ્થિતિ છે.

સોનાની ઇમ્પોર્ટ વૅલ્યુ જાન્યુઆરીમાં ૧૫૪.૭૦ ટકા વધીભારતમાં કોરોના વાઇરસના સંક્રમિત કેસની સંખ્યા ઝડપથી ઘટવા લાગતાં દરેક માર્કેટમાં પહેલાં જેવી ભીડ જોવા મળી રહી છે. કોરોના સંક્રમણ ઘટતા હવે અટકેલા લગ્નોનાં આયોજન પણ થવા લાગ્યાં છે. વળી ૨૦૨૧માં લગ્નના મુરતો વધુ હોવાથી સોનાની ખરીદી પણ ઝડપથી વધી રહી છે. કૉમર્સ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર જાન્યુઆરીમાં સોનાની ઇમ્પોર્ટ વૅલ્યુ ૧૫૪.૭૦ ટકા વધી હતી. જાન્યુઆરીમાં ભારતે ૨.૫૪ અબજ ડૉલરના સોનાની ઇમ્પોર્ટ કરી હતી.

Gold-Bar-0421_d.jpg

Right Click Disabled!