સરકારના આદેશનો ઉલાળીયો રીસોર્ટમાં નવરાત્રીનું આયોજન

સરકારના આદેશનો ઉલાળીયો રીસોર્ટમાં નવરાત્રીનું આયોજન
Spread the love

કોરોના મહામારી હોવા છતાં દસાડા તાલુકામાં આવેલ રીસોર્ટમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ડેસર્ટ ડેન રીસોર્ટમાં વર્ચ્યુઅલ નવરાત્રીના બેનર હેઠળ નવરાત્રી મહોત્સવમાં સ્પોન્સરશિપના રૂ. ૧૧૦૦૦થી ૨,૦૦,૦૦૦- લાખ લઇ નવરાત્રીનાં પાસનું વેચાણ પણ કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને કારણે રાજ્યભરમાં નવરાત્રી મહોત્સવ પર પ્રતિબંધ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરી નવરાત્રી મહોત્સવનું આયોજન કરાતા અનેક ચર્ચાઓ થઇ રહી છે. સ્થાનિક તંત્રએ કોના કહેવાથી અને કંઈ રીતે આ નવરાત્રી મહોત્સવને મંજૂરી આપી ? તે અંગે અનેક સવાલો ઉઠ્યા છે. વર્ચ્યુલ નવરાત્રીના નામે આયોજકો, સિંગરો અને સ્થાનિક તંત્ર દ્વારા રૂપિયા કમાવવા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હોવાની સમગ્ર પંથકમાં ચર્ચા છે.

PAS-960x640.jpg

Right Click Disabled!