ખેડબ્રહ્મા તાલુકા પંચાયત BJPનો ભવ્ય વિજય

ખેડબ્રહ્મા તાલુકા પંચાયત BJPનો ભવ્ય વિજય
Spread the love

ખેડબ્રહ્મા તાલુકાની 15 સીટોમાં અને સાબરકાંઠા જીલ્લા પંચાયતની ખેડબ્રહ્મા મતવિસ્તાર વિભાગની ચાર સીટો માં ભાજપનો ભગવો લહેરાયો. ખેડબ્રહ્મા તાલુકા પંચાયત અને સાબરકાંઠાજિલ્લા પંચાયત 2021 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તારીખ 28 2 2021ના રોજ યોજાઈ હતી. તારીક 2-3-2021 ના રોજ પરિણામ જાહેર થતા ખેડબ્રહ્મા તાલુકાની કુલ સીટો માંથી 15 સીટોમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો જ્યારે સાબરકાંઠા જિલ્લા પંચાયતની ચાર સીટો માં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો. ભાજપનો ભવ્ય થતાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

જીતેલા ઉમેદવારો સાથે વાતચીત કરતા ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોના વિકાસના કામો કરવામાં આવતા લોકોએ વિકાસને વોટ આપ્યો છે તેવુંભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા તાલુકાના પ્રમુખ શ્રી સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું. ખેડબ્રહ્મા તાલુકાના પ્રાણપ્રશ્નો ને પ્રથમ અગ્રતા ક્રમ આપવામાં આવશે તેવું જિલ્લા પંચાયત સીટના જીતેલા ઉમેદવાર શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું. સાથે મારી ભવ્ય જીત અપાવવા બદલ કાર્યકરો નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

ધીરુભાઈ પરમાર (ખેડબ્રહ્મા)

IMG-20210302-WA0121.jpg

Right Click Disabled!