દહેગામ કૉલેજના એમ.પી.પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ દ્વારા ‘ફોનેટીકસ ઓફ ઇંગ્લિશ’ વિષય પર ગેસ્ટ લેક્ચર

દહેગામ કૉલેજના એમ.પી.પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ દ્વારા ‘ફોનેટીકસ ઓફ ઇંગ્લિશ’ વિષય પર ગેસ્ટ લેક્ચર
Spread the love

દહેગામ કૉલેજના અંગ્રેજી વિભાગ એમ. પી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ દ્વારા ‘ફોનેટીકસ ઓફ ઇંગ્લિશ’ વિષય પર 23 ઓક્ટોબરના રોજ ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમા આર્ટસ એન્ડ નાથીબા કોમર્સ કોલેજ, ગાંધીનગરના કાર્યકારી આચાર્ય ડૉ. હરિતભાઈ પટેલે વક્તા તરીકે ઉત્કૃષ્ટ વ્યાખ્યાન આપ્યું.

દહેગામ કૉલેજનાં પ્રિ. ડૉ. હિતેશ ભટ્ટે વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા વિજ્ઞાનનું મહત્વ સમજાવ્યું અને IQAC કોઓર્ડીનેટર ડૉ. રવિ અમીને કાર્યક્રમ ગોઠવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ. અભીપ્સા પંડ્યા એ શાબ્દિક સ્વાગત કરી મહેમાનનો પરિચય કરાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી વિભાગના પ્રા. ભાવિકા પરમાર દ્વારા કરવામાં આવ્યું.

રીપોર્ટ : મહંમદસફી મેમણ

Right Click Disabled!