ગુજરાતમાં ચૂંટણીનું કાઉન્ટ ડાઉન : બે દિવસમાં જાહેર થવાની સંભાવના

ગુજરાતમાં ચૂંટણીનું કાઉન્ટ ડાઉન : બે દિવસમાં જાહેર થવાની સંભાવના
Spread the love

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવા માટેની શક્યતાઓની સાથે કોવિડની ગાઈડલાઈન અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સંપૂર્ણ ચકાસણી કરીને આગામી એક બે દિવસમાં ચૂંટણી જાહેર થઈ શકે છે, જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી અને બીજા તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદ્ઘાટન અને નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, તેની સાથે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલા મહત્ત્વની ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાય તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં ૮ વિધાનસભાની પેટાચૂંટણી બાદ ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. સાથે સાથે સરકારના અલગ અલગ વિભાગો સાથે પણ ચૂંટણી પંચે બેઠકો કરી દીધી છે, જેમાં કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી યોજવાની થતી હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ પોલીસને ફેઇસ સિલડ થી માંડીને સેનિટાઇઝર આપવામાં આવશે.

1599204821-0353.jpg

Right Click Disabled!