ગુજરાત હાઇકોર્ટના એડવોકેટને કોર્ટમાં ધુમ્રપાન કરવુ ભારે પડયું

ગુજરાત હાઇકોર્ટના એડવોકેટને કોર્ટમાં ધુમ્રપાન કરવુ ભારે પડયું
Spread the love

ગુજરાત હાઇકોર્ટના એક એડવોકેટને ચાલુ કોર્ટ પ્રોસિડિંગમાં ધુમ્રપાન કરવું ભારે પડયું છે. વીડિયો કોન્ફરન્સથી થયેલી સુનાવણીમાં એક વકીલે ગાડીમાં બેઠા બેઠા કેસ ચલાવવાની સાથે ધૂમ્રપાન કરતા કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. વકીલને દસ હજાર રૂપિયાના દંડ કરવાની સાથે કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. વકીલો વીડિયો કોન્ફરન્સિંગથી કોર્ટમાં કેસ ચલાવે એ વખતે કોર્ટની ગરિમા જળવાય તે પ્રકારનું વર્તન રાખવું જરૂરી હોવાનું કોર્ટે ટાંક્યું છે.

આ અંગે હાઈકોર્ટે કહ્યું કે વકીલોના ગેર જવાબદાર વર્તનથી કોર્ટની ગરિમાને ઠેસ પહોંચે તે ચલાવી નહીં લેવાય વકીલોના આવા વર્તન બાબતે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન અને બાર કાઉન્સિલ યોગ્ય પગલાં લે એવુ પણ કોર્ટે નિર્દેશ કર્યો છે. વીડિયો કોન્ફરન્સથી ચાલતા કેસ ચલાવવા વકીલ પોતાના ઘર કે ઓફિસથી કેસ ચલાવે તેવો કોર્ટનો આદેશ કર્યો છે. ગાડીમાં બેઠા બેઠા કે ખુલ્લા મેદાનમાં ઊભા રહી અને વિડીયો કોન્ફરન્સથી કેસ ચલાવવા જોઈએ નહીં તેવો કોર્ટનો નિર્દેશ કર્યો છે.

SMOKING-960x640.jpg

Right Click Disabled!