ગુજરાતમાં 17મીથી જૂની ફિલ્મો સાથે મલ્ટિપ્લેક્સ શરૂ થશે

ગુજરાતમાં 17મીથી જૂની ફિલ્મો સાથે મલ્ટિપ્લેક્સ શરૂ થશે
Spread the love

અમદાવાદ: ગુજરાતમાં ગુરૂવારથી સિનેમા ઘરો અને મલ્ટિપ્લેકશ શરૂ કરવાની સરકારે મંજુરી આપી દીધી છે પરંતુ મલ્ટીપ્લેકસ સિનેમા ઘરોના એસોસિએશન દ્વ્રારા ૧૭મી ઓક્ટોબરથી જુની ફિલ્મો સાથે ગાઇડલાઇન સાથે શરૂ કરવાનો સૂર કાઢ્યો છે. જોકે થિયેટરો ના માલિકો હજુ અવઢવમાં જોવા મળી રહ્યાં છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના નગરોમાં ૧૫ ઓક્ટોબરથી ફરી એકવાર થિયેટર શરૂ કરવા માટે સરકારે ૧લી ઓક્ટોબરે જ એસઓપી જાહેર કરીને ગાઇડલાઇન જાહેર કરી હતી. પરંતુ ગુજરાત મલ્ટીપ્લેકશ ઓનર્સ એસોસિએશન દ્વ્રારા આવતીકાલથી મલ્ટીપ્લેકસ શરૂ કરવા માટે તૈયાર નથી. નવી ફિલ્મોને બદલે જુની ફિલ્મોથી ૧૭મીથી શરૂ કરવામાં આવી શકે છે.

થિએટર સંચાલકોએ એસઓપી મુજબ તમામ તૈયારીઓ શરૂ કરી છે.દરમિયાન સાત મહિના બાદ ૫૦ ટકા બેઠક ક્ષમતા સાથે થિયેટરો ફરી એકવાર ખુલવા જઇ રહ્યાં છે. બે સીટ વચ્ચે એક સીટ ખાલી રાખવા માટે માર્કિંગ કરવામાં આવ્યું છે. થિયેટરના તમામ ઓડિટોરીયમ હાલ શરૂ કરવામાં આવશે નહીં. સવાર બાદ રાત્રે ૧૦ વાગ્યા સુધી જ થિયેટર ખુલ્લા રહેશે. એક અઠવાડિયું થિયેટર ચલાવ્યા બાદ સમય- શો વધારવા અંગે નિર્ણય લેવાશે. સમગ્ર થિયેટરમાં ખાસ કરીને તમામ સીટો સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. ગાઈડલાઈન મુજબ દર્શકો ઓર્ડર કરે તે નાસ્તો પેકીંગમાં આપવામાં આવશે. થિયેટરમાં હાલ ટિકિટના દરો વધારવામાં આવશે નહીં. હાલ નવા હિન્દી મુવીનાં હોવાથી ગુજરાતી ફિલ્મો સાથે થિયેટર શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

photo_1602696791605.jpg

Right Click Disabled!