GUJCETની પરીક્ષા 30મી જુલાઈએ નહીં લેવાય

GUJCETની પરીક્ષા 30મી જુલાઈએ નહીં લેવાય
Spread the love

ગુજકેટ (GUJCET) 2020 ની પરીક્ષા આગામી 22મી ઓગસ્ટે લેવાનો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, GUJCET 2020 પરીક્ષા અગાઉ 30મી જુલાઈ 2020ના રોજ નક્કી કરવામાં આવેલી હતી. જો કે કોરોનાની હાલની સ્થિતીને લીધે આ પરીક્ષા વિદ્યાર્થીઓનાં હિતમાં મોકૂફ રાખવામાં આવી હતી. આગામી 22મી ઓગસ્ટમાં લેવાનારી GUJCET ની પરીક્ષામાં કુલ 1,25,381 વિદ્યાર્થીઓ હાજર રહેશે. જેમાં ગ્રૂપ-એમાં 49 હજાર, ગ્રૂપ-બીમાં 75 હજાર અને ગ્રૂપ એબીમાંથી 374 ઉમેદવારો છે.

class-exam_d.jpg

Right Click Disabled!