લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા હાલીસા ગામ નેત્ર નિદાન બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ તપાસ કેમ્પ

લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા હાલીસા ગામ નેત્ર નિદાન બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ તપાસ કેમ્પ
Spread the love

સાઇટ ફર્સ્ટ સમિતિના ચેરમેનશ્રી સંજયભાઈ પટેલના નેતૃત્વમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલીસા ગામ ખાતે નેત્ર નિદાન બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેત્ર નિદાન કેમ્પમાં કુલ 215 જેટલાં લાભાર્થીઓની તપાસ કરવામાં આવી. 146 ચશ્માનું રાહતદરે વિતરણ કરવામં આવ્યું. તેમજ 22 જેટલાં દર્દીઓને મોતીયાના ઓપરેશનની જરૂરીયાત જણાયેલ છે.

એન.સી.ડી. સેલ, જી.એમ.ઇ.આર.એસ., જનરલ હોસ્પિટલ, ગાંધીનગરના સહયોગથી 215 દર્દીઓની બ્લડ પ્રેસર તેમજ ડાયાબીટીસની તપાસ કરવામાં આવી હતી. હાલીસા ગામના અગ્રણી ગાંડાભાઇ ગુર્જર તેમજ ગામના સરપંચશ્રી ભરતભાઈ રબારી દ્વારા ગામમાં પ્રચાર કરી લાભાર્થીઓને કેમ્પ સુધી પહોંચાડવામાં તેમજ કેમ્પમાં ઉપસ્થિત લાયન સભ્યો તેમજ આમંત્રિત મહેમાનોને જમવાની સુવિધા પુરી પાડી હતી. લાયન વૈદેહીબેન ટાટુ તરફથી માસ્ક અને સેનીટાઇઝર પૂરું પાડવામાં આવ્યું હતું.

લાયન મહેન્દ્રભાઈ ઠક્કર
લાયન કેતનભાઈ મોણપરા
લાયન નટુભાઇ સોલંકી
લાયન મોહનભાઇ પરમાર
લાયન અજયભાઈ પટેલ
લાયન વૈદેહીબેન ટાટુ
લાયન પ્રિતિબેન શર્મા
લાયન ઉપેન્દ્રભાઈ સોલંકી
લાયન સંજય પટેલ
લાયન જય સુથાર
લાયન ધવલભાઇ દવે
લાયન પદમસિંહ ચૌહાણ
લાયન કોકીલાબેન પ્રજાપતિ
લાયન ઉમંગભાઈ પંડયા

Right Click Disabled!