હળવદમા 10 વર્ષના સાવકા પુત્રને કેનાલમાં ફેંકી દેનાર સાવકી માતા કોર્ટે જેલ હવાલે

હળવદની મોરબી-માળીયા ચોકડી પાસે વિશાલ પેકેજીંગ ના કારખાના માં રહેતા જયેશભાઈ જયંતીભાઈ પ્રજાપતિ અને પત્ની ભાવિષાબેન પ્રજાપતિ ના ૧૦ વર્ષ ના ધુવ ઉર્ફે કાનો સાવકી માતા ને ગમતો ન હોવાથીસાવકા પુત્ર ધ્રુવ ઉફૅએ કાનો ને થોડા દિવસ પહેલા મોરબી-માળીયા ચોકડી પાસે આવેલી નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતો પોલીસ ને અતિશય શોધખોળ ના અંતે દસ વર્ષના પુત્ર ની કોહવાઈ ગયેલી લાશ મળી હતી. ત્યારે પોલીસે સાવકી માતા સામે હત્યાનો ગુનો નોંધી સોમવારે અટકાયત કરી હતી,
મંગળવારે કોર્ટમાં રજૂ કરતા કોટે સાવકી માતા ભાવિષા બેન પ્રજાપતિ ની જામીન અરજી નામંજૂર કરી જેલ હવાલે નો હુકમ કર્યો હતો આ અંગે હળવદ પોલીસ સ્ટેશન ના પીએ દેકાવાડીયા ને પૂછતા તેઓ એ જણાવ્યું હતું. સાેમવાર સાવકી માતા ભાવિષાબેનપ્રજાપતિ અટકાયત કરી હતી અને મંગલવારે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એ જેલ હવાલેનો હુકમ કરતા હાલ સાવકી માતાને ભાવિષાબેનને મોરબી જેલ હવાલે મોકલી આપેલ છે તેમ જણાવ્યું હતું ત્યારે માતા ઉઠીને પુત્રની હત્યાના આ કિસ્સા થી હળવદ પંથક માં અરેરાટી મચી જવા પામી હતી.
