સરડોઈના સેવાભાવી નીતાબેન ત્રિવેદીને જન્મદિવસની શુભેચ્છાઓ

સરડોઈના સેવાભાવી નીતાબેન ત્રિવેદીને જન્મદિવસની શુભેચ્છાઓ
Spread the love

મોડાસા તાલુકાના સરડોઈ ના વતની અને મુંબઈ ને કર્મભૂમિ બનાવનાર ત્રિવેદી પરિવાર ના સેવાભાવી નીતા બેન ત્રિવેદી નો આજે જન્મદિવસ હોવાથી વિવિધ સમાજના આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.કહેવાય છે કે સેવાને કોઈ સીમાડા નડતા નથી જેમના હૈયે લોક સેવા સદાય વસેલી છે તેવા નીતાબેન મહારાષ્ટ્ર ની અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાઈ લોક સેવાના કાર્યો કરી રહ્યા છે.

આ ઉપરાંત તેઓ જ્યારે પણ વતન આવે ત્યારે ધાર્મિક અને સામાજિક સેવા ના કાર્યો માં હંમેશ તત્પર રહેતાં હોવાથી લોકોમાં ખુબ લોકચના મેળવી છે .આજે સેવાભાવી નીતા બેન ના જન્મદિવસ પ્રસંગે સરડોઈ વિસ્તારના આગેવાનો,રાજકીય અગ્રણી ઓ તેમજ ધાર્મિક સંસ્થાઓ ના સંચાલકો એ તેમને અભિનંદન આપી તેમના દ્વારા વધુ લોક સેવાના કાર્યો થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

દિનેશ નાયક, સરડોઈ

04

Right Click Disabled!