હળવદનાં “નવેહ નાતના મેલડી માં”ના મંદિર ખાતે હવન

હળવદનાં “નવેહ નાતના મેલડી માં”ના મંદિર ખાતે હવન
Spread the love
  • માતાની નવલી નવરાત્રી નિમિત્તે વિશેષ આયોજન….

હળવદના સરા રોડ ઉપર આવેલ  “નવેહ નાતના મેલડી માતાજી” ના મંદિરે  ઝાલાવાડ રોહીદાસ વંશી ના ૮૨ ગામ ની મેલડી માના મંદિરે નવરાત્રિ નિમિત્તે એજાર ગામ ના માતાજીના ઉપાસક દ્વારા આગામી રવિવાર,એ  મેલડી માં મંદિરે હવન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હળવદ શહેર અને ૪૨ ના ગામો અને ઝાલાવાડ  ૮૨ ગામના રોહીદાસ સમાજ ના આગેવાનો અને વડીલો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

સંત શિરોમણી રોહિદાસવંસીનું  સરારોડ ઉપર આવેલ નવેહ નાતની મેલડી માંના મંદિર ખાતે દર વર્ષે હળવદ તાલુકાના એંજાર ગામના મેલડી માતાજી ના ઉપાસક ભગત  તેવા પ્રેમજીભાઈ સુખાભાઈ રાઠોડ માતાજી ના નવ નોરતા નકોડા ઉપવાસ કરીને  માતાજીની આરાધના કરે છે ત્યારે આગામી તારીખ ૨૫/૧૦ ને  રવિવાર સવારે ૧૦ વાગ્યા એ નવેહ નાતના ના મેલડીમાંના મંદિર ખાતે રોહીદાસવંશી ના હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ૪૨ ગામો તેમજ ૮૨  ગામ ના રોહીદાસ સમાજ ના આગેવાનો ભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં નોમના‌ દિવસે રવિવારે હવન માં માતાજી ના દશૅન કરવા  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

આ અંગે હળવદ રોહીદાસવંસી સમાજના પ્રમુખ કરસન ભાઈ પરમાર ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રવિવારે મેલડી માં ના મંદિર ખાતે હવન અને શ્રી ફળ હોમવાનુ  મહા પ્રસાદ સહિતના  વિવિધ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ શહેર અને ૪૨ ગામોના અને ઝાલાવાડ  ના ૮૨ ગામોના રોહીદાસવંશી ના વડિલોએ  યુવાનો મહિલાઓ ભક્તો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મેલડીમાના મંદિર એ હવન માં માતાજીના દશૅન કરવા ઉપસ્થિત  રહેશે તેમ પણ  જણાવ્યું હતુ.

IMG-20201023-WA0270.jpg

Right Click Disabled!