જામનગર-કાલાવડમાં ઝાપટા, જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ

જામનગર-કાલાવડમાં ઝાપટા, જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ
Spread the love
  • ઘુનડામાં ૩, શેઠવડાળામાં ૨ ઇંચ

જામનગર, ધ્રોલ અને જામજોધપુર પંથકમાં રવિવારે મોડી રાત્રે ઝાપટા પડયા હતા. જ્યારે જામજોધપુરમાં વધુ અડધો ઇંચ પાણી વરસ્યું હોવાના વાવડ મળ્યા છે. જામનગરમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જામનગર શહેરમાં રાત્રે પોણા બાર વાગ્યા જોરદાર ઝાપટું વરસ્યું હતું. જોકે, બાદમાં વાતાવરણ સ્વચ્છ રહયુ હતુ. સોમવારે સાંજે જામનગરમાં ફરી ઝરમર ઝાપટા અમુક માર્ગો ભીના થયા હતા.

જામજોધપુરમાં સવારે સાંજે પણ હળવો વરસાદ પડ્યો હતો જેમાં રાત્રે આઠ વાગ્યા સુધીમાં ૧૦ મિમી પાણી વરસી ગયું હતું. કાલાવડ પંથકમાં ઝાપટા પડયા હતા. જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં રવિવારે ફરી મેઘના મંડાણ થયા જુદા જુદા અડધો ડઝન ગામોમાં સોમવારે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક સુધીમાં ધુનડામાં ૩, શેઠવડાળામાં ૨ ઇંચ વરસાદ પડ્યો હતો.

– રોહિત મેરાણી (જામનગર)

images-6-3.jpeg

Right Click Disabled!