માંગરોળ તાલુકામાં પડેલો ધોધમાર વરસાદ, કીમ ચોકડી ખાતે માર્ગ પાણીમાં ગરકાવ

માંગરોળ તાલુકામાં પડેલો ધોધમાર વરસાદ, કીમ ચોકડી ખાતે માર્ગ પાણીમાં ગરકાવ
Spread the love

છેલ્લા કેટલાક દિવસોથી તાલુકા મથક માંગરોળ સહિત તાલુકાનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજે પણ માંગરોળ સહિત તાલુકાનાં વાંકલ, ઝંખવાવ, કીમચોકડી વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં કીમચોકડી થી તડકેશ્વર જતા માર્ગ ઉપર કીમચોકડી ખાતે આ માર્ગ ઉપર ખૂબ મોટી માત્રામાં પાણી ફળી વળતા નાના વહાનોને અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.સાથે જ આ માર્ગની બને તરફ આવેલી કેબીનોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. તાલુકા મથક માંગરોળ ખાતે કાર્યરત ફલ્ડકંટ્રોલ રૂમ પાસેથી મળેલી માહિતી મુજબ આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં ૫૮ મીમી વરસાદ નોંધાયો છે.વરસાદને પગલે ખેતીનાં કામો સદંતર બંધ થઈ જવા પામ્યા છે.સાથે જ મોટસભાગના ખેડૂતોના વાવણી કરેલા પાકો હવે નિષ્ફળ જશે એવું ખેડૂતો માની રહ્યા છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20200923-WA0110.jpg

Right Click Disabled!