કડીના હાઇવે ઉપર પ્રેમલગ્નની બાબતમાં સમાધાન કરવા ગયેલા પિતા-પુત્રો ઉપર થયો હીચકારો હુમલો

કડીના હાઇવે ઉપર પ્રેમલગ્નની બાબતમાં સમાધાન કરવા ગયેલા પિતા-પુત્રો ઉપર થયો હીચકારો હુમલો
Spread the love

કડીમાં પ્રેમલગ્નની બાબતમાં સમાધાન કરવા ગયેલાપિતા-પુત્રો ઉપર થયો હીંચકારો હુમલો

———– હુમલામાં બે સગાભાઈઓ ઇજાગ્રસ્ત સારવાર અર્થે ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરાયા

કડી શહેરમાં બુધવારની રાત્રે છત્રાલ હાઇવે ત્રણ રસ્તા ઉપર પ્રેમલગ્નની બાબતમાં સમાધાન અર્થે આવેલા પિતા અને બે પુત્રો ઉપર સમાધાન કરવા આવેલા શખ્સો એ લોખંડ ની પાઇપ તેમજ છરી જેવા ઘાતક હથિયારો થી હુમલો કરતા નાસભાગ મચી જવા પામી હતી.હુમલામાં ઘાયલ બે સગાભાઈઓને સારવાર અર્થે કડીની ભગાયોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કડીની રુદ્ર વાટીકા સોસાયટીમાં રહેતા વિશાલ ભીખાભાઇ પટેલે કડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદ અનુસાર તેની ફોઈ ની દીકરો અને નંદુભાઈ પટેલ ની દીકરી વચ્ચે પ્રેમસંબંધ હોવાથી થોડા દિવસ અગાઉ ભાગી ગયા હતા જેથી નંદુભાઈ પટેલે ફરીયાદી વિશાલ પટેલ ના પિતાને સમાધાન માટે બુધવારની રાત્રે 11 વાગ્યાના અરસામાં છત્રાલ હાઇવે ત્રણ રસ્તા પાસે બોલાવ્યા હતા જ્યારે ફરીયાદી તેના મોટાભાઈ ની સાસરી ઉમાશીખર-૨ માં ગયા હતા.ફરીયાદીએ તેના પિતાને ફોન કરતા તેના પિતાના ફોન પર અજાણ્યા ઇસમે વાત કરી તમને પિતા-પુત્રોને મારવાના છે તેમ કહી છત્રાલ હાઇવે બોલાવતા ફરીયાદી તેના ભાઈ કિશન સાથે ગાડી લઈને હાઇવે પહોંચ્યા હતા જ્યાં નંદુભાઈ પટેલ,રાકેશ પટેલ ઉર્ફે રાજધાની,કલ્પિત પટેલ ઉર્ફે ભોટિયો અને પુનિત પટેલ નામના શખ્સો તેના પિતાને ગડદાપાટુનો માર મારતા હોવાથી બંને ભાઈઓએ તેમના પિતાને મારમાંથી છોડાવી બીજા દિવસે ચર્ચા કરવાનું કહી ગાડીમાં બેસી નીકળતા હતા ત્યારે વિશાલ ને રાકેશ પટેલ ઉર્ફે રાજધાનીએ માથામાં ડાબી બાજુ લોખંડની પાઇપ મારતા લોહી નીકળવા લાગ્યું હતું અને કલ્પીત પટેલ ઉર્ફે ભોટીયાએ બરડામાં ધોકો માર્યો હતો તેમજ કિશન ને નંદુભાઈ પટેલે જમણા ખભા ઉપર પાછળના ભાગે છરી થી હુમલો કર્યો હતો તથા પુનિત પટેલે પણ કિશન પટેલને છાતીના ભાગે ધોકો માર્યો હતો તેમજ હાજર બીજા લોકો તેમને માર મારવા ઉશ્કેરતા હતા તેથી તેઓ લોહી નીકળતી હાલતમાં ત્યાંથી ભાગી કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ થયા હતા જ્યાં હાજર ડોકટરોએ તેમની સારવાર કરી હતી.વિશાલના પિતાજીએ પહેરેલો સોનાનો આશરે ત્રણ તોલા વજનનો દોરો ઝપાઝપી માં પડી ગયો હતો.
વિશાલ પટેલે કડી પોલીસ સ્ટેશનમાં પાંચ હુમલાખોરો તેમજ 50 માણસોના ટોળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

IMG-20201022-WA0009.jpg

Right Click Disabled!