આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા હિંમતનગર તાલુકા કક્ષાનો બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ હિંમતનગર દ્વારા કાર્યકર્તાઓ ને શારિરીક અને માનસિક રીતે મજબુત કરવા બે દિવસીય વર્ગ નુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નુ ઉદ્ધાટન ગુજરાત સંત સમિતી ના મહામંત્રી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ માર્ગદર્શક મંડળ ના વરિષ્ઠ સંત શ્રી પરમ પૂજય સુનીલદાસજી મહારાજ દ્વારા દિપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એ ભાગ લીધો હતો અને કાર્યકર્તાઓ ને શારીરિક મજબુત કરવા ભાવેશભાઇ પ્રજાપતિ, અતુલભાઈ મકવાણા, મુકેશગીરી ગોસ્વામી એ પ્રશિક્ષણ આપ્યુ હતુ.
કાર્યક્રમમાં બૌધિક ઉત્તર ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી કામેન્દ્રસિંહજી રાઠોડ ,ઉત્તર ગુજરાત પ્રાંત મહામંત્રી જયંતીભાઈ પટેલ, રાષ્ટ્રીય બજરંગ દળ સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ કનકસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ના સમાપન માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સાબરકાંઠા જિલ્લા કાર્યાધ્યક્ષ નારાયણભાઈ શર્મા, ઉપાધ્યક્ષ કરશનભાઈ પરમાર અને આશીર્વચન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કેન્દ્રીય સંત સમિતી માર્ગદર્શક મંડળના સંત શ્રી પરમ પૂજય ડૉક્ટર ગૌરાંગશરણદેવાચાર્યજી મહારાજ દ્વારા આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમ માં મુખ્ય મહેમાન શ્રી ગાયત્રી શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખેડ તસીયા રોડ ના પ્રમુખ શ્રી કનુભાઈ સુથાર તથા ખેમાભાઇ સુથાર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ને સફળ બનાવવા તમામ પદાધિકારીઓ અે ખૂબ મહેનત કરી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)
