રાધે-રાધે પરીવાર ગાંધીનગર અને સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર ધ્વારા હોમાત્મક લઘુરૂદ્વ યજ્ઞ

રાધે-રાધે પરીવાર ગાંધીનગર અને સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર ધ્વારા હોમાત્મક લઘુરૂદ્વ યજ્ઞ
Spread the love

રાધે-રાધે પરીવાર ગાંધીનગર અને સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર ધ્વારા કોરોનાની મહામારીમાં સંક્રમિત થયેલા અધિકારીઓ, કર્મચારીઓ, અને દેશના નાગરિકો ઝડપથી તંદુરરસ્તી પરત મેળવે તેના માટે કોરોના મુક્તિ અને સમગ્ર દેશવાસીઓના આરોગ્યની શુભફલ પ્રાપ્તિ માટે સમર્પણ પરીવારના આંગણે હોમાત્મક લઘુરૂદ્વયજ્ઞ અને સત્યનારાયણ ભગવાનની કથા સાથે સાથે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસાનું પણ આયોજન કરાવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ રીટાબેન કે પટેલ, કોર્પોરેટર શ્રીમતિ હર્ષાબા ધાંધલ, ચીફ ફાયર ઓફિસર શ્રી મહેશભાઈ મોડ સાહેબ તથા    અતિથિ વિશેષ તરીકે મનીષભાઈ સોલંકી, હિમાંશુભાઈ પટેલ, આર.કે.મેવાડા સાહેબ, સાગરભાઈ  વસોયા સાહેબ અને આત્મારામભાઈ પટેલ સાહેબ  ની ખાસ ઉપસ્થિત જોવા મળી હતી.

કાર્યક્રમ દરમિયાન કોઈ વ્યક્તિ કોરોના થી સંક્રમિત ના થાય તેના એક નાનકડો પ્રયાસ ગાંધીનગર ની જાણીતી શાયોના એન્ટરપ્રાઇઝ કંપની ધ્વારા હેન્ડ સેનેટાઈઝર મશીન અને સેનેટાઈઝર ટનલ કાર્યક્રમ સ્થળ પર મુકવામાં આવી હતી. કાર્યક્રમ ના અંતે લાડુ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ કોરોનાની મહામારીને કારણે સરકારશ્રીની ગાઇડલાઇન નું ચુસ્તપણે પાલન કરી પુર્ણ કરાવામાં આવ્યો હતો. તમામ  કાર્યક્રમની અદભૂત ફોટોગ્રાફી હર્ષ પટેલ અને જય પટેલ ધ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાધે-રાધે પરીવાર ગાંધીનગર અને સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર ધ્વારા કરાવામાં આવ્યુ હતું.

Right Click Disabled!