જુનાગઢ DySP શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબનું સન્માન

જુનાગઢ DySP શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબનું સન્માન
Spread the love
  • જુનાગઢ માં ખુબજ નિસ્વાર્થ ભાવે કોઈપણ સેવા કાર્ય હોઈ કે લોકોને કોઈપણ મુશ્કેલી હોઈ હર હંમેશ અગ્રેસરજ જેમનું નામ લોકો દ્વારા લેવામાં આવતું હોય છે એવા ડીવાયએસપી તરીકે શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબનું સન્માન કરવામાં આવ્યું
  • જૂનાગઢના પ્રખ્યાત ચિત્રકાર અને રંગોલીકાર રજનીકાંત અગ્રાવત દ્રારા જુનાગઢ ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાસાહેબનું ચારકોલના માધ્યમ થી પોટરેટ ચિત્ર તૈયાર કરી, અપૅણ કરી, અનુશાસન એનજીઓના શ્રી રાજેશભાઇ કવાની હાજરીમાં સન્માન કરવામાં આવેલ હતું…
  • તાજેતરમાં તાલીમ અકાદમી ખાતે એક સાદા સમારંભમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી શ્રી શિવાનંદ ઝાના હસ્તે ડીજીપી કૉમેન્ડેશન ડિસ્ક અને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ

તાજેતરમાં કોરોના વાયરસ સંક્રમણ અનુસંધાને રાખવામાં આવેલ લોક ડાઉન દરમિયાન જરૂરિયાત મંદોને અનાજ કરિયાણાની કીટ મોકલાવી, કેન્સરની દવા મંગાવી, કેન્સરના દર્દીઓને સારવાર માટે રાજકોટ કેન્સર હોસ્પીટલ મોકલવા તજવીજ કરી, બહારગામથી વસ્તુઓ મંગાવી આંગડિયા પેઢી જેવી કામગીરી કરી, લોકો ઘરમાં રહે તે માટે વોટ્સએપ દ્વારા મેસેજો મોકલી જાગૃતતા લાવી, લોક ડાઉનનો અમલ કરાવી, દરેક વર્ગના તથા જ્ઞાતિના લોકો સાથે સહિષ્ણુતા રાખી, ગરીબ માણસો તથા બેકાર થયેલા રીક્ષા ચાલકોને પણ અનાજ કરિયાણાની કિટો પહોંચાડી, બંદોબસ્ટમાં રહેલ પોલીસ સતાફને પણ ચા પાણી, ધોમ ધખતા તડકામાં છાંયડો કરી, સતત રાત દિવસ જોયા વગર કરવામાં આવેલ સોશિયલ પોલીસિંગની ઉમદા કામગીરી આજે પણ જૂનાગઢ વાસીઓમાં પ્રસંશા ને પાત્ર બની છે.

જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ તો ભૂતકાળમાં પણ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર, સુરેન્દ્રનગર લીંબડી, વિગેરે મહત્વની જગ્યાઓ ઉપર સારી કામગીરી કરી, લોકોના દિલમાં જગ્યા બનાવેલ છે, જેઓને આજે પણ લોકો યાદ કરે છે. આ પહેલા પણ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને સને 2016 મા રાષ્ટ્રપતિ દ્વારા પ્રશંસનીય સેવા મેડલ, 2018 ની સાલમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી તરફથી ઇ કોપ એવોર્ડ, 2018 ની સાલમાં દેશના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન એવોર્ડ પણ મળેલ છે.

ઉપરાંત, જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય કાર્યક્રમમા સારી કામગીરી કરવા બદલ લીંબડી, ચોટીલા અને વિસાવદર ખાતે ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ દ્વારા પણ ત્રણ વખત સન્માન થયેલ છે. તાજેતરમાં કોરોના વાયરસના અનુસંધાને રાખવામાં આવેલ લોક ડાઉન દરમિયાન પણ લોકો પ્રત્યે સહાનુભૂતિ દાખવવા બાદલ જૂનાગઢની જુદી જુદી ઘણી બધી સંસ્થાઓ તથા જ્ઞાતિઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. લોકડાઉન અને અનલોકડાઉન ના સમયમા જૂનાગઢ પોલીસની કામગીરી ખુબજ સરાહનીય રહી છે. જેના સંદર્ભે કલાકાર દ્વારા અધિકારીઓના સન્માન પણ જરુરી છે, તેવુ ચિત્રકાર રજનીકાંત અગ્રાવત (M :- 81604 71265) નું માનવુ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

IMG-20201015-WA0049.jpg

Right Click Disabled!