ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ શાકભાજીના ભાવ આસમાને

ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ શાકભાજીના ભાવ આસમાને
Spread the love
  • ઈરાની કાંદાની આવક છતા ભાવમાં ઉછાળો

બીજા રાજ્યોમાંથી આવતા ડુંગળી-બટાકાની આવક ઘટતા ભાવ વધ્યાવૈશ્વિક મહામારી કોરોનાના કારણે મોંઘવારીએ પણ માઝા મૂકી દીધી છે. જેમાં જીવન જરૂરી સહિતની તમામ ચિજવસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે. ગરબોની કસ્તુરી ગણાતી ડુંગળી અને દરેક શાકભાજીમાં જરૂર પડતા બટાકાના ભાવોમાં પણ ઉછાળો આવ્યો છે.

ડુંગળીના ભાવ પ્રતિકિલો રૂપિયા 80 અને બટકાના ભાવ પ્રતિકિલો રૂપિયા 50 પહોંચતા ગરીબ અને સામાન્ય પરિવારોનું બજેટ અસ્તવ્યસ્ત થઇ ગયું છે.ટીંડોળા, ગલકા, ફ્લાવર, કોબિજ, સહિત તમામ શાકભાજી 50થી 80 કિલો થઇ ગયા તહેવારોની મોસમ સોળે કળાએ ખીલી છે. હાલ શક્તિની ઉપાસના કરવાના મહાપર્વ નવરાત્રી ચાલી રહી છે. આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે. મોંઘવારીએ અજગરી ભરડો લીધો છે.

જેમાં રોજબરોજ ખવાતી શાકભાજીના ભડકે બળી રહેલા ભાવે માઝા મૂકી દીધી છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી, દરેક શાકમાં જરૂરી બનતા બટાકા સહિત ટીંડોળા, ગલકા, લોકી, ફ્લાવર, કોબિજ, તુવેર અને મેથીની ભાજી સહિત તમામ શાકભાજી રૂપિયા 50થી 80 પ્રતિ કિલો થઇ ગયા છે. શાકભાજીના ભાવોમાં થયેલા વધારાને પગલે ગૃહિણીઓના બજેટમાં માઠી અસર પડી છે. ઈરાની કાંદાની આવક છતા ભાવમાં ઉછાળો

પુણે: બજારમાં માગ વધતાં ડુંગળીના ભાવો ફરી આસમાનને આંબી રહ્યા છે. મુંબઈ અને પુણેમાં કાંદાના ભાવ કિલોદીઠ ૧૦૦ રૂપિયા થઈ ગયા છે. પુરવઠો ઓછો થવાથી કાંદાના ભાવ વધ્યા હોવાનું કહેવાય છે. ‘મુંબઈ સમાચારે’ અગાઉ જણાવ્યું હતું તેમ ઈરાની કાંદાની આવક બજારમાં હોવા છતાં ભાવમાં ફરક પડ્યો નથી.

પુણે સહિત મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંના કાંદાની અન્ય રાજ્યોમાંથી વધેલી માગ અને તેની સરખામણીએ ઓછા પુરવઠાને પગલે ડુંગળીની જથ્થાબંધ અને છૂટક બજારોમાં ભાવ વધ્યા છે. જથ્થાબંધ બજારમાં કાંદાનો ભાવ ૧૦ કિલોના ૭૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે તો છૂટક બજારમાં હાલમાં ૯૦થી ૧૦૦ રૂપિયે કિલોના ભાવે કાંદા વેચાતા હોવાથી તહેવારાના સમયે કાંદા ગ્રાહકોની આંખમાં પાણી લાવી રહ્યા છે.રાજ્યમાં હાલમાં થયેલી અતિવૃષ્ટિને કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે.

પરિણામે જથ્થાબંધ બજારમાં જૂના કાંદાના ભાવે છલાંગ મારી છે. નાશિકના લાસલગાંવમાં કાંદાનું ૬૦ ટકા ઉત્પાદન થાય છે. લાસલગાંવ કાંદાની મોટે માર્કેટ છે, પરંતુ હાલમાં બજારમાં માગ જેટલો પુરવઠો થતો ન હોવાથી ભાવ વધી રહ્યા છે.પુણે માર્કેટ યાર્ડમાં ૨૧ ઑક્ટોબરે ૪૦થી ૫૦ ટ્રક કાંદાની આવક થઈ છે. કેન્દ્ર સરકારે અગાઉથી જ કાંદાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે. વરસાદને કારણે જૂના કાંદા ખાસ્સા પ્રમાણમાં સડી ગયા છે. નવા કાંદાનો પાક નકામો સાબિત થયો છે અને જે નવા કાંદા આવ્યા છે તેની ગુણવત્તા પણ યોગ્ય નથી.

city-15_85657PM_1.jpg

Right Click Disabled!